બહુ જ ખરાબ હોય છે વાયુનો રોગ, એક્સપર્ટ મુજબ આ રોગમાં વાસી, વાયડો ખોરાક ખાવો નહીં અને ઉકાળેલું પાણી પીવું

ચોમાસામાં વધુ વકરે છે વાયુનો રોગ, મર, પેટ, પડખાં, ઢીંચણ, પીંડી, મણકાં, એડીમાં વધે છે દુખાવાની સમસ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 05:39 PM
Ayurvedic tips for gas problems in monsoon

હેલ્થ ડેસ્ક: આષાઢ-શ્રાવણ એટલે કે જૂન, જલાઈ, ઓગસ્ટ માસ વાયુ પ્રકોપની મુખ્ય ઋતુ ગણાય છે. આ વર્ષાઋતુમાં વિશેષ કરીને કમર, પેટ, પડખાં, ઢીંચણ, પીંડી, મણકાં, એડી વગેરેનો દુખાવો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત ગેસ, ઓડકાર, આફરો, અપચો, સંધિવા વગેરે રોગનાં દર્દીઓ આ ઋતુમાં સૌથી વધુ જોવા મળે છે.


ચોમાસામાં વધુ વકરે છે આ રોગ


વર્ષાઋતુમાં રહેતું સતત ભેજવાળું વાતાવરણ- વાદળછાયું વાતાવરણ, ક્યારેક ઠંડો પવન તો ક્યારેક બફારો થવો, શરીરની નબળાઈ, વાસી, વાયડો ખોરાક ખાવો, અતિશ્રમ, ઉજાગરા, વધારે કઠોળ ખાવા, એમાંય ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં, રાત્રીનો સમય, વાયુની પ્રકૃતિ હોવી વગેરેમાં વાયુની વિવિધ સમસ્યાઓ વિશેષ પ્રમાણમાં વકરતી જોવા મળે છે. આ રોગ સંબંધી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.


ચોમાસામાં વધુ વકરે છે આ રોગ


વાયુની વિવિધ વેદનાઓથી બચવા માટે હમેશાં આયુર્વેદિક ચીંધેલા પથ પર ચાલવું જોઇએ. વરસાદની ઋતુમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ. પચવામાં હલકો અને પૌષ્ટિક આહાર ખાવો. વાસી ખોરાક ના ખાવો જોઈએ. વાયુનાં રોગો જેમ જુના થતાં જાય તેમ ક્રમશ કષ્ટ, સાધ્ય અને પછી અસાધ્ય બનતા જાય છે.


શરીરમાં થાય છે આવી સમસ્યાઓ


વાયુને લીધે આખાં શરીરમાં કળતર, પગની પીંડીઓમાં કળતર, ખભામાં દુખવું, શરીરમાં તોડ થવી વગેરે વિવિધ પ્રકારની સમસ્યા વાયુનાં પ્રકોપથી થતી હોય છે. વાયુનાં પ્રકોપ વિના દુખાવો થતો નથી. જ્યારે પણ વેદના-પીડા જોવા મળે ત્યારે વાયુ પ્રકોપ મુખ્ય કારણરૂપ હોય છે. આમાં સૂંઠ નાખીને ઉકાળેલાં પાણી ઉપર રહેવાથી, પંચગુણતેલ, મહાનારાયણ તેલનું માલિશ કરવાથી અને વૈદ્યકીય સલાહ મુજબ વાયુનાશક ઔષધો લેવાથી ફાયદો થાય છે. ગરમ પાણીથી શેક, ગરમ પાણી સ્નાન કરવાથી કળતર ઓછી થાય છે.


દરરોજ આહારમાં આદુને સામેલ કરવું


ચોમાસામાં સતત ભેજવાળું વાતાવરણ રહેતું હોવાથી પાચનશક્તિ મંદ પડે છે. ખોરાક ઉપર અરૂચિ આવે છે અને ઘણીવાર પેટમાં ઝીણો દુખાવો રહે છે. આવી તકલીફોથી દૂર રહેવા માટે દરરોજ આહારમાં મીઠું લીબું ભભરાવેલાં આદુનાં ટુકડા લેવા જોઈએ. આદું મંદાગ્નિને પ્રદીપ્ત કરે છે અને ભૂખ વધે છે.


વાયુના પ્રકોપથી વધે છે આ સમસ્યાઓ


-વાયુ પ્રકોપથી ઢીંચણ, કોણી, હાથ પગની આંગળીઓનાં સાંધામાં દુખાવો થવો વગેરે વિશેષ રૂપથી જોવા મળે છે.
-વા સંધિવામાં વૃદ્ધાવસ્થામાં રાત્રિના સમયે વર્ષાઋતુમાં વાયુ કરે તેવા ખોરાકથી કોઈ ચોક્કસ સાંધા પર જોર પડે તેવું કામ કરવાથી આવા દુખાવા વધારે થાય છે.
-લુખો, વાસી, વાયડો ખોરાક લેવાથી શરીરનાં વિવિધ સાંધોઓમાં રહેલો શ્વલેષ્મિક કફ ઓછો થઈ જાય છે અને વાયુ વધી જવાથી દુખાવો વધી જાય છે. આવા દર્દીમાં વાતનાશક તેલનું માલિશ કરવાથી ફાયદો થાય છે.
-વાતનાશક આહાર વિહાર, વિવિધ ઉકાળાનું સેવન અને પથ્થપાલની વાયુની વિવિધ સમસ્યાથી જરૂર બચી શકાય છે.
-વૃદ્ધાવસ્થામાં વ્યક્તિના શરીરના સાંધામાં ઘસારો થવાની સાંધામાં દુખાવો થાય છે. આ રોગ અતિશય ચીંકણો અને જલ્દીથી કાબુમાં ન આવે તેવો હોવાથી શરૂઆત થાય કે તરત જ ચિકિત્સકની સલાહ લઈને સારવાર શરૂ કરી દેવી જોઈએ.


વાયુનાં દર્દીએ શું કરવું


-મેથી, અજમો, લસણ, હીંગ, તલનું તેલ, સુવા, સુંઠ, ગંઠોડા, મરી, સિંધાલૂણ, કારેલાં, દૂધી, પરવળ વગેરે અનુકુળ આવે છે.
-આહાર ગરમ ગરમ જ ખાવો જોઈએ. વાસી ખોરાક વાયુ વધારી દે છે દિવસ દરમિયાન સુંઠવાળું ઉકાળેલું પાણી પીવું.


વાયુનાં દર્દીએ શું ન કરવું


વાયુનાં દર્દીને માટે કઠોળ, વાલ-વટાણા, પાપડી, ગવાર ચણા, મઠ, બટેટા, સામો, ઠંડુ પાણી, ઠંડા પીણાં, આઇસ્કીમ, વાસી-વાયડો ખોરાક અપથ્ય છે એટલે કે પ્રતિકૂળ છે. મળ મૂત્રના વેગોને રોકવા, ઠંડા પાણીથી સ્નાન, સતત પવન ભેજવાળા વાતાવરણમાં રહેવું. ઉજાગરા કરવા વગેરેથી સમસ્યા વધે છે.

ડાયટિંગ કરતાં લોકોએ એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

X
Ayurvedic tips for gas problems in monsoon
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App