દેશી નુસખાઃ ડ્રાય, બેજાન અને ઓઈલી સ્કિનને શાઈની અને ગ્લોઈંગ બનાવી શકે છે મધ, ટામેટાંના રસમાં મધ મિક્સ કરીને લગાવવાથી સ્કિન બને છે શાઈની

મધમાં રહેલાં વિટામિન અને એન્ટીબેક્ટેરિયલ તત્વ સ્કિનને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:53 PM
Amazing Benefits of Honey for Face & Skin

હેલ્થ ડેસ્ક: મધ સ્વાસ્થ્ય માટે તો સારું છે જે પણ સુંદરતા વધારવા માટે પણ મધ અનેક રીતે ફાયદેમંદ છે. સ્કિન ડ્રાય, બેજાન અને ઓઈલી હોય તો અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે. જેને મધની મદદથી ઠીક કરી શકાય છે. મધમાં રહેલાં વિટામિન અને એન્ટીબેક્ટેરિયલ તત્વ સ્કિનની આ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી ચહેરા પર નિખાર આવે છે અને સ્કિન મુલાયમ અને શાઈની બને છે. તો જાણી લો મધના નુસખા.


સ્કિનને સોફ્ટ બનાવે છે


1 ચમચી મધમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. સપ્તાબમાં એકવાર આ ઉપાય કરો. આનાથી ચહેરાના ડાઘ આછાં થવા લાગશે.


બેજાન સ્કિન માટે

1 નાની ચમચી મિલ્ક પાઉડર, 2 ચમચી એપ્પલ સાઈડર વિનેગર અને અડધી ચમચી મધને મિક્સ કરી લો. પછી તેને ચહેરા લગાવો. 15 મિનિટ પછી ચહેરો સહેજ રબ કરીને ધોઈ લો. સપ્તાહમાં એકવાર આ પ્રયોગ કરવાથી બેજાન સ્કિનની સમસ્યા દૂર થઈ જશે.


ચહેરાને શાઈની બનાવવા


અડધાં ટામેટાંના રસમાં અડધી ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. 4-4 દિવસે એકવાર આ ઉપાય કરો. સ્કિન ગ્લોઈંગ અને શાઈની બનશે.


કાળા ડાઘ દૂર કરવા


1 કેળાને મેશ કરીને તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવી 15 મિનિટ પછી ધોઈ લો. સપ્તાહમાં 1વાર આ ઉપાય કરવાથી ચહેરાના કાળા ડાઘ દૂર થવા લાગશે.


ચહેરો નિખારવા


2 ચમચી દહીંમાં 1 નાની ચમચી મધ મિક્સ કરી લો. આ પેક લગાવતાં પહેલાં ચહેરો બરાબર સાફ કરી લો. 15 મિનિટ લગાવી ધોઈ લો. આનાથી ચહેરાનો રંગ નિખરે છે.


ઓઈલી સ્કિન માટે


2 ચમચી ઓલિવ ઓઈલમાં 1 નાની ચમચી મધ મિક્સ કરી આ મિશ્રણને સહેજ ગરમ કરી લો. પછી 5-7 મિનિટ ચહેરા પર લગાવી નવશેકા પાણીથી ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી દો. સપ્તાહમાં 2વાર આ પ્રયોગ કરવાથી ઓઈલી સ્કિનની સમસ્યામાં સારો ફાયદો થશે.


બેસનથી વધારો સુંદરતા


2 નાની ચમચી ચણાના લોટમાં 1 ચમચી મધ અને સહેજ પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવો. અડધો કલાક રાખીને નવશેકા પાણીથી ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી દો. 2-2 દિવસના અંતરમાં આ પ્રયોગ કરો.

ડાયટિંગ કરતાં લોકોએ એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

X
Amazing Benefits of Honey for Face & Skin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App