ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Is your water bottle safe? reveal 93% of drinks are contaminated with plastic

  શું તમે પણ પીવો છો બૉટલનું પાણી, તો ચેતી જજો

  divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 01:54 PM IST

  ટ્રેન અને બસમાં સફર કરતાં સમયે લોકો બૉટલનું પાણી પીવાનું પસંદ કરતા હોય છે.
  • શું તમે પણ પીવો છો બૉટલનું પાણી, તો ચેતી જજો
   ટ્રેન અને બસમાં સફર કરતાં સમયે લોકો બૉટલનું પાણી પીવાનું પસંદ કરતા હોય છે.પરંતુ શું તમને ખબર છે કે તમે પાણી નહીં પરંતુ પ્લાસ્ટિક પી રહ્યા છો? મિનરલ વૉટરનાં નામ પર આપણે જે પાણી પી રહ્યા હોઈએ છીએ તેમાં પ્લાસ્ટિક હોય છે. અમેરિકાના ન્યૂ યોર્ક સ્થિત સ્ટેટ યૂનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં શૉકિંગ વાતો બહાર આવી છે. રિસર્ચમાં બહાર આવ્યું કે વિશ્વની 93 ટકા પાણીની બૉટલ્સમાં પ્લાસ્ટિકની માત્રા હોય છે. યાને કે આપણે જેને મિનરલ વૉટર માનીને પીએ છીએ તેમાં માઇક્રો-પ્લાસ્ટિકના કણો તરતા હોય છે. સંશોધકોએ દુનિયાભરની કુલ 250 પાણીની બૉટલ્સ પર રિસર્ચ કર્યું હતું. આ પ્લાસ્ટિકના આ કણોમાં નાઈલોન, પોલિથિન ટેરેફથેલેટ અને પૉલીપ્રોપિલિનની માત્ર પણ જોવા મળી છે. રિસર્ચમાં ભારતની ‘બિસ્લેરી’, ‘એક્વા’, ‘નેસ્લે પ્યોર’ જેવી મોટી કંપનીઓનાં નામ પણ સામેલ છે. સંશોધકોનું કહેવું છે કે આ પ્રકારનાં પ્લાસ્ટિકનું શરીરમાં જવું ખૂબ જ હાનિકારક છે. તેના કારણે અનેક પ્રકારનાં કેન્સર, સ્પર્મમાં ઘટાડાથી લઈને ઓટિઝ્મ જેવી બીમારીઓ થવાનો ભય રહેલો છે. વિરાટ કોહલી જે ફ્રાન્સની ‘ઈવિયન’ કંપનીનું 600 રૂપિયા લિટરનું પાણી પીવે છે તે પણ આ લિસ્ટમાં સામેલ છે. રિસર્ચમાં ભારત સહિત બ્રાઝિલ, ચીન, અમેરિકા, ઈન્ડોનેશિયા, મેક્સિકોની બૉટલ્સમાં પણ પ્લાસ્કિટની માત્રા જોવા મળી છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’એ પણ આ વાતને ધ્યાનમાં લઇને રિસર્ચનો રિવ્યુ કરવાની વાત કરી છે
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Is your water bottle safe? reveal 93% of drinks are contaminated with plastic
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  X
  Top