ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» In our daily life we are using these things, that can cause you health problems

  સાવધાન! દરરોજ ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ તમને કરી રહી છે બીમાર

  divyabhaskar.com | Last Modified - Mar 20, 2018, 02:47 PM IST

  આપણે આપણી રોજિંદી લાઈફમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ.જે આપણી હેલ્થ માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે
  • સાવધાન! દરરોજ ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ તમને કરી રહી છે બીમાર

   ભલે તમે ડાયટ ફોલો કરી રહ્યો કે સમયસર એકસરસાઈઝ કરી રહ્યા હોય. પરંતુ તેમ છતા તમારી દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓથી તમે બીમાર થઈ શકો છો. આપણે આપણી રોજિંદી લાઈફમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જે આપણી હેલ્થ માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. સનસ્ક્રિન, હેર ઓઈલ, લોશન, નેઈલ પેઈન્ટ જેવી કોસ્મેટિક વસ્તુઓમાં કેમિકલ્સ હોય છે. જે તમારા શરીરની નર્વસ સિસ્ટમને ખરાબ કરીને તમારા હોર્મનમાં બદલાવ લાવે છે. તે ઉપરાંત આ બધી આઈટમોનો વધુ પડતા ઉપયોગ કેન્સરને પણ નોતરે છે. બજારમાં મળતો પ્લાસ્ટિકમાં બાંધેલો ખોરાક પણ તમારા શરીરને ગંભીર રીતે બીમાર બનાવી શકે છે. તેમાં રહેલું PFA(પોલિફ્લૂરોએલફાઈલ) તત્વ બાળકોનાં ઈમ્યૂન સિસ્ટમને ખરાબ કરે છે. સામાન્ય રીતે લોકો વૉડરોબમાં ફિનાઈલની ગોળીઓ રાખતા હોય છે, જેથી કબાટમાં કિડાના પડે. તે ઉપરાંત ટોઈલેટને સુંગધિત રાખવા માટે વિવિધ પ્રકારના ફ્રેશનરનો ઉપયોગ કરે છે. આ તમામ વસ્તુઓમાં ડિક્લોરોબેન્ઝીન નામનું કેમિકલ રહેલુ હોય છે, જે શરીરમાં રહેલા થાઈરોડ ર્હોર્મોન્સને પ્રભાવિત કરે છે. બોડી પરફ્યૂમ, કોલોન, હેર ઓઈલમાં પણ હાનિકારક કેમિકલ હોય છે. જે ખાસ કરીને પુરુષોમાં ફર્ટિલિટીને આડઅસર પહોંચાડે છે. જે લોકો અસ્થમાથી પીડાઈ રહ્યા છે તેઓને આ બધાથી દૂર રહેવું જોઈએ.રોજ સવારે આપણે જે બ્રશ કરીએ છીએ, તે ટૂથપેસ્ટમાં એન્ટીમાઈક્રોબિયલ કેમિકલ હોય છે.જે શરીરમાં રહેલા થાઈરોડ અને બીજા અનેક ર્હોર્મોન્સને પ્રભાવિત કરે છે. માટે હમેશા યોગ્ય અને નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: In our daily life we are using these things, that can cause you health problems
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  X
  Top