ડાયેટ / દરેક ઘરમાં હાજર આદુ અસ્થમા સામે લડવા સહિત સુપર મેડિસિનના 7 અનોખાં ગુણ ધરાવે છે

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 02:26 PM
7 main benefits of ginger recommended by doctor

હેલ્થ ડેસ્ક: ગરમીના એક-બે મહિના છોડીને લગભગ દરરોજ લોકોના ઘરમાં આદુનો ઉપયોગ ચા સહિતની વસ્તુઓમાં થાય છે. ચા સિવાય ખાવાપીવાની વસ્તુઓમાં આદુ સ્વાદ વધારવાનું કામ કરે છે, તેના સ્વાસ્થ્ય સંબંધિત પણ કેટલાયે ફાયદાઓ છે. 'ચરક સંહિતા'માં તેને મહાઔષધિ (સુપર મેડિસિન હર્બ) તરીકે સ્થાન મળ્યું છે. આદુમાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, કોપર, મેંગેનીઝ અને ક્રોમિયમ જોવા મળે છે. અહીં આપેલા 7 કારણોથી આદુને તમારા રોજિંદા ડાયેટનો ભાગ બનાવો:

  1. બેક્ટેરિયા સામે લડે છે: આદુમાં બેક્ટેરિયા અને વાયરસથી લડવાની ક્ષમતા છે. તેના નિયમિત સેવનથી ગળામાં સંક્રમણથી બચાવે છે.
  2. ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે: તે શરીરમાં પેદા થતી ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે. ફ્રી રેડિકલ્સ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે અને તણાવ પેદા કરે છે.
  3. સોજો દૂર કરે છે: સાંધામાં ટોક્સિન્સ જમા થઇ જવાના લીધે સોજો પેદા થાય છે. આદુ પોતાની એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીના કારણે આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં રાહત આપે છે.
  4. લોહી સાફ કરે છે: આદુમાં બ્લોકેજ દૂર કરવા અને લોહીનું સર્ક્યુલેશન વધારવાની એન્ટી ટયૂમર પ્રોપર્ટી હોય છે. તે શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરીને લોહી સાફ કરે છે.
  5. મેટાબોલિઝ્મ વધારે છે: આદુની તાસિર ગરમ હોય છે માટે તે મેટાબોલિઝ્મ વધારવામાં મદદ કરે છે. મેટાબોલિઝ્મ વધવાથી વ્યક્તિ તંદુરસ્ત રહે છે અને વજન પણ ઓછો થાય છે.
  6. અસ્થમા સામે લડવા મદદરૂપ: આદુ શરીરમાંથી કફ દૂર કરે છે. તેનાથી શ્વસન નળીઓ ખુલે છે જેથી અસ્થમાગ્રસ્ત વ્યક્તિને શ્વાસ લેવામાં રાહત મળે છે.
  7. દર્દમાં રાહત: આદુ લોહીનું સર્ક્યુલેશન સુધારતું હોવાથી તેનું નિયમિત સેવન દર્દમાં રાહત આપે છે અને દર્દ સહન કરવાની શક્તિ પણ વધારે છે. વધતી ઉંમર સાથે તેનું નિયમિત સેવન ફાયદાકારક છે.

X
7 main benefits of ginger recommended by doctor
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App