સ્કિન ખરાબ થવી, શ્વાસમાં દુર્ગંધ, વાળ પાતળા થવા જેવા સંકેત દર્શાવે છે કે તમારું ડાયટ અનહેલ્ધી છે, તરત જ આપો ધ્યાન

5 Signs Your Body Is Not Getting The Right Diet

Divyabhaskar.com

Aug 27, 2018, 05:58 PM IST

હેલ્થ ડેસ્ક: શરીરમાં જ્યારે સમસ્યા પેદા થાય ત્યારે તે ઘણી રીતે સંકેત આપે છે પણ લોકોને ઈગ્નોર કરી દેતા હોય છે. એવી જ રીતે જ્યારે તમે ખોટું ડાયટ ફોલો કરી રહ્યાં હો ત્યારે પણ શરીરમાં કેટલીક સમસ્યા જોવા મળે છે. જેને ઓળખી લેવાથી તેનાથી બચી શકાય છે. બેલેન્સ ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. જેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય. તમારું ડાયટ તમારી હેલ્થ વિશે ઘણું બધુ જણાવી દે છે. જેથી બોડીના કેટલાક સંકેતો સમજવા જરૂરી છે. આજે અમે તમને 5 એવી સમસ્યાઓ વિશે જણાવીશું, જેના માધ્યમથી બોડી જણાવે છે કે તમારું ડાયટ યોગ્ય નથી. તો જાણી લો આજે.

કબજિયાત થવી

ઓછું પાણી પીવું, એક્સરસાઈઝ ન કરવી, ડાયટમાં ફાયબરની કમી જેવા કારણોથી મોટાભાગના લોકોને કબજિયાતની સમસ્યા થતી હોય છે. જ્યારે એક હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પાણી અને ફાયબર બંને બહુ જ જરૂરી છે. જેથી કબજિયાત આ તત્વોની કમીને કારણે થઈ શકે છે. બચવા તમારી ડાયટમાં હોલગ્રેન, નટ્સ અને ફાયબર રિચ ફૂડને સામેલ કરો.

વાળ પાતળા થવા

તમારા વાળ ઝડપથી પાતળા થઈ રહ્યાં હોય તો તમારા શરીરમાં આયર્નની કમી હોવાનો તે સંકેત છે. સામાન્ય રીતે બોડીમાં આયર્નની કમીથી વાળ પાતળા થવા લાગે છે. આયર્ન બોડીમાં રેડ બ્લડ સેલ્સને વધારે છે. જેથી આયર્નની કમીથી વાળ પાતળા થવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા ડાયટમાં લીલાં શાકભાજી અને વિવિધ દાળ, ફળોને સામેલ કરો.

શ્વાસમાં દુર્ગંધ

સામાન્ય રીતે મેટાબોલિક પ્રોસેસ યોગ્ય ન હોવાથી શ્વાસમાં દુર્ગંધ આવવાની સમસ્યા થાય છે. જ્યારે બોડીમાં એનર્જી માટે પર્યાપ્ત ગ્લુકોઝ નથી મળતું ત્યારે બોડીમાં સ્ટોર ફેટ બર્ન થાય છે. જેના કારણે બોડીમાં કેટોન એસિડ બને છે અને તેનાથી શ્વાસમાં દુર્ગંધ આવે છે. જે લોકો લો-કાર્બ ડાયટ લે છે એ લોકોને આ સમસ્યા વધુ થાય છે.

હોઠના કોર્નર પર ક્રેક

સામાન્ય રીતે આયર્નની કમીને કારણે હોઠ પર કટ્સ અને ક્રેક જોવા મળે છે. ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે પણ આવું થતું હોય છે. તેનાથી બચવા હોઠ પર બામ અથવા પેટ્રોલિયમ જેલી લગાવો.

સ્કિનમાં ખરાબી

તમારી સ્કિન હેલ્થ વિશે ઘણું બધું જણાવે છે. અનહેલ્ધી ડાયટને કારણે સ્કિન પર ખીલ અને એક્નેની પ્રોબ્લેમ વધી જાય છે. આ સિવાય કેલ્શિયમની કમીને કારણે પણ બોડીમાં વ્હાઈટ પેચ થવા લાગે છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો હેલ્ધી અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ડાયટ લેવાનું શરૂ કરી દો.

આદુ અને બીટનો જ્યૂસ, ગ્રીન જ્યૂસ, ટામેટાંનો જ્યૂસ લોહીની ઉણપ દૂર કરે છે અને ઈમ્યૂનિટીને ઝડપથી બૂસ્ટ કરે છે, ડાયટમાં કરો સામેલ

X
5 Signs Your Body Is Not Getting The Right Diet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી