હેલ્ધી રહેવા અને રોગોથી બચવા ડેઈલી ડાયટમાં કપાસિયા અને સિંગતેલ સિવાય ખાઓ નારિયેળ અને જેતૂનના તેલ સહિત આ 5 તેલ, કોલેસ્ટ્રોલ અને હાર્ટના રોગો રહેશે દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક:રસોઈમાં ઓછું તેલ વાપરવું આરોગ્યની દ્રષ્ટિએ સારું છે, પણ રસોઈ બનાવવામાં કયું તેલ વાપરો છો તેની પણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. હાર્ટ ડિસીઝ અને હાઈ કોલેસ્ટ્રોલ થવાનું એક કારણ રસોઈમાં યોગ્ય તેલ ન વાપરવું પણ છે. જેથી આજે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ પવિત્રા એન. રાજ કૂકિંગ માટે બેસ્ટ 5 પ્રકારના તેલ અને તેના ફાયદા વિશે જણાવી રહ્યાં છે. જેનાથી હાર્ટના રોગો તો દૂર રહેશે જ સાથે જ બોડીને ભરપૂર પોષણ પણ મળશે.


નારિયેળ તેલ


નારિયેળ તેલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાયબર, વિટામિન એ, બી, સી અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. બીપી અને હાર્ટના રોગીઓ માટે નારિયેળ તેલ બહુ જ ફાયદેમંદ છે, કારણ કે તેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જે હાર્ટના ફંક્શનને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલને પણ વધતાં રોકે છે. જેનાથી હાર્ટની બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે.


જેતૂનનું તેલ (ઓલિવ ઓઈલ)

 

જેતૂનના તેલમાં ફેટી એસિડ હોય છે. જે હાર્ટ ડિસીઝના ખતરાને ઘટાડે છે. સાથે જ તેમાં સેચુરેટેડ ફેટની માત્રા પણ ઓછી હોય છે. તેનાથી બોડીમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. સાથે જ હાર્ટ એટેકનો ખતરો પણ ઘટે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. આ એક સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય તેલ છે.


તલનું તેલ

 

કાળા અને સફેદ તલમાંથી તલનું તેલ કાઢવામાં આવે છે. આ મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસનો સારો સોર્સ છે. તલનું તેલ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ કોલેસ્ટ્રોલને વધતાં રોકે છે. હાર્ટના દર્દીઓને આ જ કારણોથી તલનું તેલ ખાવાની સલાહ આપવામાં આવે છે.

 

બદામનું તેલ

 

રોજ થોડી માત્રામાં પણ બદામના તેલનો ઉપયોગ કરવાથી શરીર હેલ્ધી રહે છે. બદામ ખાવાથી મગજ તેજ થાય છે. એક રિસર્ચ પ્રમાણે બદામના તેલનો રોજ ઉપયોગ કરવાથી મેમરી વધે છે અને સ્નાયુઓ પણ હેલ્ધી રહે છે. આ પેટની સમસ્યાને દૂર કરવાની સાથે આંતરડાનું કેન્સર થતાં પણ રોકે છે. બદામના તેલને ડાયટમાં સામેલ કરવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

 

સરસિયાનું તેલ


મસ્ટર્ડ રિસર્ચ એન્ડ ઇનરીચમેન્ટ કન્સોર્ટિયમ (MRPC) મુજબ સરસિયાનું તેલ હાર્ટના રોગોનું જોખમ 70 ટકા સુધી ઘટાડી દે છે અને તેમાં સંતુલિત આવશ્યક ફેટી એસિડ હોવાથી સ્વાસ્થ્ય પણ સુધારે છે. તેનો પ્રયોગ કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને શરીરને વાયરલ ઈન્ફેક્શન સામે પણ રક્ષણ મળે છે.


અળસીનું તેલ


આ ઓમેગા-3નો સારો સોર્સ છે. તેમાં ફાયબર અને પ્રોટીન હોય છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે અળસી ખૂબ જ કારગર માનવામાં આવે છે. અનિયમિત ખાનપાન અને ચરબીવાળો ખોરાક હાર્ટના રોગોનો ખતરો વધારે છે જ્યારે અળસીમાંથી મળતું ઓમેગા-3 ફેટી એસિડ બ્લડ વેસલ્સ (લોહીની નળીઓમાં) ફેટ જમા થતાં રોકે છે. અળસીનું તેલ ફેટ ફ્રી હોવાથી તે હાર્ટ માટે ફાયદેમંદ છે.

 

44ની ઉંમરમાં પણ મેગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા દેખાઈ એકદમ સ્લિમ અને હોટ, ફિગર મેન્ટેન કરવા ડાયટમાં ખાય છે બાફેલાં શાકભાજી, દાળ અને રોટલી