જીવનશૈલી અને ખાનપાનથી પ્રભાવિત થાય છે તમારી સ્કિન, મધને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવવાથી સ્કિન બને છે કોમળ અને શાઈનીઃ 15 એક્સપર્ટ ટિપ્સ

જીવનશૈલી અને ખાનપાનની અસર દેખાય છે સ્કિન પર, ચહેરાની યોગ્ય સાફ-સફાઈ ન કરવાથી પણ થાય છે નુકસાન

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 04:09 PM
15 expert Skin Care Tips to get glowing and tight skin

હેલ્થ ડેસ્ક: મોસમ બદલાતા જ સ્કિન ઈન્ફેક્શન અને સ્કિન સંબંધી અન્ય સમસ્યાઓ થવાનો ખતરો વધી જાય છે. જેના માટે ખાસ દેખભાળ અને જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર પડે છે. સ્કિનનું ધ્યાન રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમકે હર્બલ ફેસવોશ, હર્બલ સાબુનો ઉપયોગ કરવો, ફેસ લૂછવા માટે મુલાયમ ટુવાલ જ વાપવો, ચહેરાને રેગ્યુલર વોશ કરવો, રાતે સૂતા પહેલાં સ્કિન ક્લિન કરવી વગેરે. તો આજે આયુર્વેદ નિષ્ણાંત ડોક્ટર પ્રિયંકા સંપત પાસેથી જાણો બદલાતા મોસમમાં સ્કિનનું ધ્યાન રાખવાની બેસ્ટ ટિપ્સ.


સ્કિનની દેખભાળ કરવાની સરળ ટિપ્સ

-તમારી જીવનશૈલી અને ખાનપાનથી તમારી ત્વચા પ્રભાવિત થાય છે. જંકફૂડ અને બહારનો ખોરાક ખાવાથી સ્કિન ડલ થવા લાગે છે, સ્કિનને પૂરતાં ન્યૂટ્રિઅન્ટ્સ મળતાં નથી. જેથી આવી ભૂલો કરવાનું ટાળવું અને ઘરનો સાત્વિક ખોરાક ખાવો.

-1 ચમચી મધમાં 1 ચમચી પાણી મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈ લો. આ ઉપાયથી સ્કિન મુલાયમ અને કોમળ બનશે.
-સિઝનમાં ફેરફાર આવતા સ્કિનનું સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવાર-સાંજ ચહેરો ધુઓ.
-રોજ ચહેરાને ક્લિંઝિગ, ટોનિંગ, એક્સફોલિએશન, મોઈશ્ચરાઈઝિંગ કરવું.
-જ્યારે પણ ઘરથી બહાર તડકાંમાં નીકળો સનસ્ક્રીન લોશન લગાવો.
-ચહેરાનો ગ્લો વધારવા માટે ફેશિયલ પણ કરાવી શકો છો. પણ તે હર્બલ અથવા ફ્રૂટ ફેશિયલ હોવું જોઈએ. તેનાથી સ્કિન મસાજ થશે અને બ્લડ સર્ક્યુલેશન વધશે.
-લીલાં શાકભાજીને પાણીમાં ઉકાળી તે પાણી ઠંડુ રહે એટલે એ પાણીથી ફેસવોશ કરવાથી સ્કિનમાં ચમક વધે છે.
-નાની છોકરીઓએ ફેસવોશ કરાવવું નહીં, તેઓ પીલ-ઓફ કરાવી શકે છે. તેનાથી સ્કિનને નુકસાન થતું નથી અને ચહેરા પર જામેલાં ડેડ સેલ્સ દૂર થાય છે.
-ચહેરા પર ચમક લાવવા માટે સિઝન પ્રમાણે જુદા-જુદા ફેસ માસ્કનો પણ ઉપયોગ કરી શકાય છએ.
-પૌષ્ટિક ભોજન લેવાથી સાથે એક્સરસાઈઝ કરવાથી પણ ચહેરા પર નેચરલ ગ્લો આવે છે.
-તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો. વહેલાં સૂવાની અને સવારે વહેલાં ઉઠવાની ટેવ પાડો. તેનાથી સવારે ફ્રેશ ફીલ થશે અને સ્કિન પણ હેલ્ધી રહેશે.
-હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન માટે સ્ટ્રેસ ફ્રી રહેવું ખૂબ જ જરૂરી છે, સાથે જ ઊંઘ પણ પૂરી કરવી.
-3-4 બદામ રાતે પાણીમાં પલાળી સવારે દૂધ સાથે પીસીને આ પેસ્ટ ચહેરા પર લગાવો. 15 મિનિટ રાખીને ચહેરો ધોઈ લો. આનાથી સ્કિન હેલ્ધી રહેશે અને રંગ પણ ગોરો થશે.
-ચણાના લોટમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આનાથી સ્કિનનો રંગ સાફ થશે અને ચહેરાના ડાઘ અને કરચલીઓ દૂર થશે.
-દૂધ, મધ, નાંરગી અને ગાજરનો રસ બધું 1-1 ચમચીની માત્રામાં લઈને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ધીરે-ધીરે ચહેરા પર મસાજ કરો. 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આનાથી સ્કિનની કરચલીઓ દૂર થશે અને સ્કિન શાઈની બનશે.

મેદસ્વી લોકોના શરીરમાં એડનોવાયરસ-36 વારયસ હોવાથી વધે છે વજન, તેના માટે જલ્દી આવી શકે છે મેદસ્વિતા ઘટાડવાની રસી

X
15 expert Skin Care Tips to get glowing and tight skin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App