માત્ર આ 1 ફેસપેકથી ચહેરાના બધાં જ ડાઘ-ધબ્બાઓ થઈ જશે દૂર, કરી જુઓ ટ્રાય

Divyabhaskar.com

Dec 06, 2018, 10:54 AM IST
10 Effective Homemade Face Pack To Treat Dark Spots

હેલ્થ ડેસ્ક: પ્રદૂષણ અને તડકાંમાં જવાને કારણે ઘણીવાર ચહેરા પર ડાઘ-ધબ્બા પડી જાય છે. તમે આ ધબ્બાઓનો ઉપચાર ઘરે જ કરી શકો છો. તેના માટે તમારે બજારમાં મળતી મોંઘીદાટ સ્કિન લાઈટનિંગ ક્રીમ્સની જરૂર પણ નહીં પડે. બસ અહીં જણાવેલ મધના એક ફેસપેકથી તમારી આ સમસ્યા થઈ જશે દૂર. તો જાણી લો આજે.


આ ફેસપેકના ફાયદા


મધના આ ફેસપેકમાં લીંબુનો રસ, દૂધ અને બદામ પણ મિક્સ કરવા આવે છે. આ સ્કિન પર પડેલાં કાળા ડાઘ અથવા ડ્રાયનેસ માટે પણ પરફેક્ટ ઉપચાર છે. લીંબુનો રસ ડેડ સ્કિન સેલ્સને એક્સફોલિએટ કરે છે અને સાથે જ સ્કિનની ગંદકી પણ દૂર કરે છે. બદામમાં વિટામિન ઈ હોય છે જે સ્કિન ટોન લાઈટ કરે છે અને દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ડેડ સેલ્સ હટાવે છે અને મધ એક બેસ્ટ બેસ્ટ નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે તમારી સ્કિનને હાઈડ્રેટ કરે છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ તત્વ ઈન્ફેક્શનથી બચાવે છે અને સાથે જ તે સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ પણ બનાવે છે.


આ રીતે લગાવો ફેસપેક


-સૌથી પહેલાં એક બાઉલમાં 2-2 ચમચી લીંબુનો રસ, મિલ્ક પાઉડર અને મધ લઈને બરાબર મિક્સ કરી લો.


-પછી તેમાં 1 ચમચી પલાળેલી બદામની પેસ્ટ મિક્સ કરો.


-આ ફેસપેકને ચહેરા પર લગાવો અને નેચરલી સૂકાવા દો.


-15 મિનિટ બાદ જ્યારે ફેસપેક સૂકાય જાય ધોઈ લો.


-ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે નિયમિત આ ફેસપેકનો ઉપયોગ કરો. થોડાં દિવસોમાં જ તમને ફરક દેખાશે અને સ્કિનનો ટેક્સચર પણ સારો થઈ જશે.

ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ

X
10 Effective Homemade Face Pack To Treat Dark Spots
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી