ફિટનેસ / દેશની 53 ટકા મહિલાઓ અને 48 ટકા પુરુષો જરૂરી કસરત કરવા 'આળસ' કરે છે

Women are less conscious than men in terms of physical exercise reveals a survey

  • ફિટનેસ એપ દ્વારા 10 લાખ ભારતીયોનો સરવે 
  • અમદાવાદના લોકો સ્વાસ્થ્ય પર ઓછું ધ્યાન આપી રહ્યા છે: સર્વે  
  • દેશના 48% પુરુષ પણ દૈનિક જરૂરી શારીરિક એક્ટિવિટી કરતા નથી 

 

divyabhaskar.com

Jan 09, 2019, 04:00 PM IST

હેલ્થ ડેસ્ક: દેશની 53 ટકા મહિલાઓની શારીરિક એક્ટિવિટી જરૂરી સ્તર કરતાં ઓછી છે. પુરુષોની સ્થિતિ પણ સારી નથી. અંદાજે 48 ટકા પુરુષ ફિઝિકલી ઈનએક્ટિવ છે. આ પરિણામ બેંગ્લુરુની ફિટનેસ એપ હેલ્થીફાઈ મીએ તાજેતરમાં હાથ ધરેલા એક સરવેમાં આવ્યું છે. એપે 25 વર્ષથી ઉપરના અંદાજે 10 લાખ ભારતીયોના સ્વાસ્થ્ય સંબંધિત ટેવો પર સરવે કર્યો અને તેના આધારે 'ફિઝિકલ એક્ટિવિટી લેવલ ઓફ ઈન્ડિયન્સ' નામથી રિપોર્ટ તૈયાર કર્યો.

મહિલાઓનું કેલેરી બર્ન પણ પુરુષો કરતાં ઓછું
ફિઝિકલ એક્ટિવિટીની સાથે મહિલાઓનું કેલેરી બર્ન પણ પુરુષો કરતાં ઓછું છે. મહિલાઓએ એક દિવસમાં સરેરાશ 374 કેલરી બર્ન કરવી જોઈએ. તેમાંથી તે સરેરાશ 165 કેલરી જ બર્ન કરી શકે છે. બીજી બાજુ પુરુષોએ એક દિવસમાં સરેરાશ 476 કેલરી બર્ન કરવી જોઈએ, જેમાંથી તે અંદાજે 262 કેલેરી બર્ન કરી લે છે.

દેશના 48% પુરુષ દૈનિક જરૂરી શારીરિક એક્ટિવિટી કરતા નથી
સરવેમાં શારીરિક સક્રિયતાને 3 માપદંડમાં વિભાજિત કરાઈ - એક્ટિવ, માઈલ્ડ એક્ટિવ, ઈનએક્ટિવ. 30 ટકા પુરુષ એક્ટિવ છે, અંદાજે 22 ટકા માઈલ્ડ એક્ટિવ અને બાકી ઈનએક્ટિવ છે. બીજી બાજુ 24 ટકા મહિલાઓ એક્ટિવ છે, અંદાજે 22 ટકા માઈલ્ડ એક્ટિવ અને બાકી ઈનએક્ટિવ છે.

મોટાં શહેરોના લોકો વધુ એક્ટિવ
સરવે કરનારી એપે અલગ અલગ શહેરોના લોકોના ફિટનેસ બેન્ડ અથવા ફોનની ફિટનેસ એપનો ડેટા એકત્ર કરી તેના આધારે પરિણામ કાઢ્યું. એ પણ જાણવા મળ્યું કે મોટાં શહેર એટલે કે ટાયર-1ના લોકો એક દિવસમાં સરેરાશ 407 કેલેરી બર્ન કરી રહ્યા છે. નાના શહેર એટલે કે ટાયર-2વાળા એક દિવસમાં સરેરાશ 371 કેલેરી જ બર્ન કરી રહ્યા છે. એટલે કે ટાયર-1 શહેરવાળા ટાયર-2ની સરખામણીમાં વધુ એક્ટિવ છે. બેંગ્લુરુ, ગુરુગ્રામના લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે સૌથી વધુ સાવધ છે જ્યારે કોલકાતા, લખનઉ, અમદાવાદના લોકો સ્વાસ્થ્ય પર ઓછું ધ્યાન આપી રહ્યા છે.

X
Women are less conscious than men in terms of physical exercise reveals a survey
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી