ચેતવણી / બે કલાકથી વધુ ટીવી જોનારને કેન્સર થવાની 70% સંભાવના: હાર્વર્ડ મેડિકલ સ્કૂલ

More than 2 hours of watching TV may invite cancer to anyone says harvard study

  • જો શરૂઆતના સ્ટેજમાં જ ખબર પડી જાય તો કેન્સરની સારવાર કરી શકાય

divyabhaskar.com

Feb 07, 2019, 04:59 PM IST

નવી દિલ્હી: વધુ પડતી કલાકો માટે ટીવી જોતા વ્યક્તિઓ માટે એક નવી જ બાબત સામે આવી છે. આ શોધમાં ખબર પડી છે કે જો તમે વધુ પડતું ટીવી જુઓ છો, કમ્પ્યુટર કે મોબાઈલ સામે સમય વિતાવો છો તો તમને આંતરડાનું કેન્સર થવાનો ખતરો છે.

બે કલાકથી વધુ ટીવી જોનારને કેન્સર થવાની 70% સંભાવના
હાર્વર્ડ મેડિકલ સ્કુલ અને મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલમાં થયેલી આ નવી શોધમાં બતાવાયું છે કે જો કોઈ એક દિવસમાં બે કલાકથી વધુ ટીવી જોવે છે તો તેને આંતરડાનું કેન્સર થવાની 70% સંભાવના છે. આ શોધ જેએનસીઆઈ કેન્સર સ્પેક્ટ્રમ પત્રિકામાં પબ્લિશ થઇ છે. શોધ મુજબ, જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે તેમની અનિયમિત લાઇફસ્ટાઇલ કેન્સરનું કારણ બની શકે છે.

આંતરડાના કેન્સરના લક્ષણો કયા-કયા છે?
કેન્સર માટે સામાન્ય રીતે આંતરડાનું કેન્સર અથવા બોવેલ કેન્સર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જો શરૂઆતના સ્ટેજમાં જ ખબર પડી જાય તો કેન્સરની સારવાર કરી શકાય છે. જાણો તેના લક્ષણો:

- પેટમાં દુઃખાવો થવો અથવા ગાંઠ
- મળમાં લોહી આવવું
- અચાનક વજન ઘટી જવું
- કોઈ કારણ વિના થાકી જવું

X
More than 2 hours of watching TV may invite cancer to anyone says harvard study
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી