રિસર્ચ / સર્જરી વિના દર્દીના જ સ્ટેમ સેલથી કમરનો દુઃખાવો દૂર થશે, અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

Back pain will be cured with stem cells of patient claims american scientists
X
Back pain will be cured with stem cells of patient claims american scientists

  • હિપ્સના હાડકાથી સ્ટેમ સેલને દર્દ આપતી પ્રભાવિત જગ્યા પર લગાવાશે જેથી ડિસ્ક ફરીથી પોતાને રીપેર કરી શકે 
  • હાલ પેનકિલર, સ્ટીરોઈડ ઇન્જેક્શન અને ફિઝિયોથેરાપીની મદદથી કમરનો દુ:ખાવો અને સોજાની સારવાર કરાઈ રહી છે 

divyabhaskar.com

Jan 03, 2019, 12:53 PM IST
હેલ્થ ડેસ્ક: દર્દીના જ સ્ટેમ સેલ્સની મદદથી તેમની કમરનો દુઃખાવો દૂર કરી શકાશે. અમેરિકાની એક હોસ્પિટલે આ પ્રયોગ કર્યો. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કમર દર્દના દર્દીઓમાં ડિસ્ક ડેમેજ થવાના લીધે આવી સ્થિતિ બને છે. ઇન્જેક્શનની મદદથી દર્દીના સ્ટેમ સેલને લઈને ડેમેજ થયેલી ડિસ્કમાં પ્રત્યારોપણ કરાશે. જેમ-જેમ ડિસ્કમાં સુધારો થશે, દર્દ અને સોજો પણ ઘટશે.

સ્ટેમ સેલ્સમાં પોતાને વિકસિત કરવાની ખૂબી હોય છે

1.રિસર્ચર્સના જણાવ્યા મુજબ, સ્ટેમ સેલ્સમાં પોતાને વિકસિત કરવાની ખૂબી હોય છે. આ કેટલાયે પ્રકારના સેલ્સને વધારવામાં પણ મદદ કરે છે. આ જ ખાસિયતનો ઉપયોગ પ્રયોગમાં કરાયો. શોધમાં જાણવા મળ્યું છે કે, પ્રભાવિત જગ્યાએ ઇન્જેક્શનની મદદથી સ્ટેમ સેલ્સને પહોંચાડયા બાદ ડેમેજ ડિસ્કે ફરીથી પોતાને વિકસિત કર્યું.
 
2.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સ્ટેમ સેલ્સ ડિસ્કને તેના આકારમાં લાવવાની સાથે પોતાની ચારે બાજુ લિકવીડનું પ્રમાણ વધારે છે. આવું થવાથી સ્પાઇનના હાડકાઓની હલનચલન સારી થાય છે અને સોજો ઘટે છે. રિસર્ચ દરમિયાન મૂવમેન્ટ અને દર્દને સમજવા માટે દર્દીનો MRI પણ કરવામાં આવશે. આ માટે દર્દીને એનેસ્થેસિયા આપીને ઇન્જેક્શનની મદદથી હિપ્સના હાડકામાંથી બોન મેરો લેવામાં આવશે જેનાથી સ્ટેમ સેલ્સને રિકવર કરાશે.
 
3.ડિસ્કમાં જેલ જેવું લીકવીડ હોવાના લીધે શરીર ને સરળતાથી આમતેમ ફેરવી શકાય છે. વધતી ઉંમર, આનુવંશિક બીમારી કે એક્સિડેન્ટ પછી આ મૂવમેન્ટમાં તકલીફ આવે છે. ડિસ્ક ધીમે-ધીમે મોઇસ્ચર ખોવા માંડે છે અને લોહીનું સર્ક્યુલેશન ઘટી જાય છે. આ કારણે ડિસ્ક પોતાને રીપેર કરી શકતી નથી અને તેના કારણે કમરમાં દુઃખાવો અને તેને ફેરવવામાં મુશ્કેલી થાય છે. ગંભીર કમર દર્દના કિસ્સાઓમાં સર્જરી કરવામાં આવે છે. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી