ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Two Russian girl Have Yoga made in -41 degrees cold Temperature

    બે હોટ યુવતીઓનું ડેરિંગ, -41 ડિગ્રી બર્ફીલી ઠંડીમાં કર્યા યોગના કરતબ

    DivyaBhaskar.Com | Last Modified - Feb 08, 2018, 07:52 PM IST

    ગરમ કપડાં પહેર્યાં વિના બંનેએ બરફમાં શીર્ષાસન, ભુજંગાસન, ચક્રાસન કરી બતાવ્યા છે
    • બે હોટ યુવતીઓનું ડેરિંગ, -41 ડિગ્રી બર્ફીલી ઠંડીમાં કર્યા યોગના કરતબ
      આપણે ત્યાં તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસને અડકે ત્યાં જ ઠંડીનો હાહાકાર વર્તાવા લાગે. લોકો પગથી માથાં સુધી ગરમ કપડાંમાં ઢબુરાઈ જાય. પરંતુ રશિયામાં અત્યારે કારમું કોલ્ડ વેવ ચાલી રહ્યું છે. ચારેકોર સફેદ ચાદરની વચ્ચે આખું રશિયા બરફથી ઢંકાઈ ગયું છે
      સાઇબિરિયા રશિયાનો સૌથી ઠંડો વિસ્તાર છે. ત્યાં અત્યારે તાપમાન માઇનસ 40 ડિગ્રી સે. કરતાં પણ ઘટી ગયું છે. પરંતુ ત્યાંની બે યુવતીઓ યૂલિયા અને એકટેરિનાએ ગજબનાક પરાક્રમ કરી બતાવ્યું છે. આ બંને યુવતીઓએ આ કારમી ઠંડીમાં ખુલ્લામાં યોગાભ્યાસ કર્યો છે. ખાસ કશા ગરમ કપડાં પહેર્યાં વિના બંનેએ બરફમાં શીર્ષાસન, ભુજંગાસન, ચક્રાસન કરી બતાવ્યા છે. બર્ફીલી હવામાં પણ તે દોરડા પર લટકીને ‘રોપ યોગ’ કરે છે. હમણાં જાન્યુઆરીમાં આ બંને છોકરીએ સાઇબિરીયાની -50 ડિગ્રી કડકડતી ઠંડીમાં યોગાસન કર્યાં હતાં. યૂલિયા અને એકટેરીના રશિયાના તિન્ડામાં રહે છે. આ અનોખા પરાક્રમથી આ બંને યુવતીઓ રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ બંનેએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમને નથી લાગતું કે લોકોએ અમારા આ કારનામાંથી પ્રભાવિત થવું જોઈએ, અમને આવી ઠંડીની આદત છે.’વેલ, આ બંને જો આટલી ઠંડીમાં યોગાભ્યાસ કરતી હોય તો આપણી પાસે આળસ માટે કોઈ બહાનું બચતું નથી, ખરું ને?
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Two Russian girl Have Yoga made in -41 degrees cold Temperature
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `