ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Five Chinese Children Get Lab-Made Ears Grown From Their Own Cells

  મનુષ્યનાં શરીરનાં અંગો ઊગી શકે છે, કાન વગર જન્મેલાં બાળકોનાં ઉગાડ્યાં કાન

  divyabhaskar.com | Last Modified - Feb 01, 2018, 07:33 PM IST

  છેલ્લા ઘણા વર્ષોથી ચીન દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. મેડિકલ ક્ષેત્ર પણ તેમાં બાકાત નથી.
  • મનુષ્યનાં શરીરનાં અંગો ઊગી શકે છે, કાન વગર જન્મેલાં બાળકોનાં ઉગાડ્યાં કાન

   છેલ્લા ઘણા વર્ષોથી ચીન દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. મેડિકલ ક્ષેત્ર પણ તેમાં બાકાત નથી. ચીને હવે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ચીનના વિજ્ઞાનીઓએ મનુષ્યના શરીરમાં નવા અંગને ઉગાડવાની ટેકનિક શોધી કાઢી છે. જી હાં તમે સાંભળ્યું તે સાચું છે. ચીનમાં કાન વગર જન્મેલા બાળકો ઉપર સર્જરી કરીને તેમના શરીરમાં નવા કાન ઉગાડવામાં આવ્યા છે. મનુષ્યના શરીરની કોશિકાઓનો ઉપયોગ કરીને ચીનના સર્જનોએ આ ચમત્કાર કર્યો છે. આ તમામ બાળકોની ઉંમર ત્રણથી દસ વર્ષની વચ્ચે છે. આ તમામ બાળકો જન્મ સમયથી જ માઈક્રોટિયા નામની જનીનિક ખામીથી પીડાતા હતા. માઈક્રોટિયા એટલે એવી સ્થિતિમાં જેમાં મનુષ્યનો કાન ખૂબ જ નાનો અથવા તો પૂરી રીતે ઊગી શકયો ના હોય તેવી સ્થિતિ.

   આ સર્જરીમાં 3-D પ્રિન્ટિંગની મદદ લેવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ તમામ બાળકોનાં કાનની ટેમ્પોગ્રાફી ઈમેજ સ્કેન કરીને તેની મદદથી એક 3-D પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. તેના પરથી એક મોલ્ડ એટલે કે બીબું તૈયાર કરાય છે, જે બનાવવા માટે બાયોડિગ્રેડેબલ મટિરિયલ વપરાય છે. તૈયાર કરવામાં આવેલા મોલ્ડમાં બાળકોના કાનના સેલ્સ એટલે કે કોશિકાઓને ઉમેરવામાં આવે છે. જે પછી તેને લેબોરેટરીમાં વિકાસ થવા માટે મોકલી દેવામાં આવે છે. 12 અઠવાડિયાં દરમિયાન મોલ્ડમાં રહેલી મનુષ્ય કોશિકાઓ મોલ્ડના આકારમાં ઢળી જાય છે. ત્યાર પછી તૈયાર થયેલા કાન આકારના મોલ્ડને બાળકોના કાનની જગ્યાએ લગાવવામાં આવે છે. સર્જરી પછી આ તમામ બાળકો સામાન્ય રીતે સાંભળી શકે છે. આ પાંચ બાળકોમાંથી પહેલા બાળકનું ઓપરેશન અઢી વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતુ, આ સર્જરીના કારણે આ તમામ બાળકોને સાંભળવાથી લઈને બીજી કોઈપણ પ્રકારની શારીરિક તકલીફો નથી થઈ.

   મનુષ્યના શરીરમાં કાન ઉગાડવાનું સપનું 20 વર્ષ પહેલાં જોવામાં આવ્યું હતુ. 1997માં અમેરિકાના બોસ્ટન શહેરમાં વૈજ્ઞાનિકોએ મળીને ઉંદરના પીઠ પર મનુષ્યના કાનના આકારની પ્રતિકૃતિ બનાવી હતી. જે માટે તેમણે ગાયના શરીરની કોશિકાઓનો ઉપયોગ કર્યો હતો. આ ફોટો તે સમયે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને તે જ સમયથી દુનિયાભરના વૈજ્ઞાનિકોએ મનુષ્યની કોશિકાઓનો ઉપયોગ કરી અંગો ઉગડવાનું સપનું જોયું હતું, જે હવે સાકાર થઈ ચૂક્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Five Chinese Children Get Lab-Made Ears Grown From Their Own Cells
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `