કેન્સર / લોહીમાં ભળેલા કિમોથેરાપી ડ્રગને અલગ કરવા ફિલ્ટર બનાવાયું, કેન્સરની રિકવરી ઝડપી બનશે

divyabhaskar.com | Updated - Jan 10, 2019, 06:26 PM
drug sponge reduces side effect of chemotherapy as it removes drug from blood

  • કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટ રોકવા સંશોધકોએ 3ડી પ્રિન્ટેડ ડ્રગ સ્પોન્જ તૈયાર કર્યું 
  • ડિવાઇસની મદદથી કેન્સરના દર્દીઓને હાઈડોઝ આપીને સારવારમાં ઝડપ લાવી શકાય 

 

હેલ્થ ડેસ્ક: કેન્સર દર્દીને કિમોથેરાપીના ખતરાથી બચાવવા માટે કેલિફોર્નિયા યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારનું 3ડી પ્રિન્ટેડ ડ્રગ સ્પોન્જ તૈયાર કર્યું છે. આ ટ્રીટમેન્ટ દરમિયાન અપાતી કિમોથેરાપી ડ્રગને લોહીથી અલગ કરે છે જેથી દવાઓના હાઈ ડોઝને આખા શરીરમાં સર્ક્યુલેટ થવાથી રોકી શકાય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડિવાઇસની મદદથી કેન્સર દર્દીને હાઈ ડોઝ આપીને સારવારમાં ઝડપ લાવી શકાય છે.

ડ્રગ સ્પોન્જ કેવી રીત કામ કરે છે?

  • વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કેન્સરને ખતમ કરવા માટે કિમોથેરાપી દરમિયાન 100થી વધુ પ્રકારના ડ્રગ આપવામાં આવે છે જે લોહીમાં ભળીને કેન્સર ટ્યૂમરને ખતમ કરવાનું કામ કરે છે. પણ દવાઓ લોહીમાં ભળીને આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાને ખતમ કરવા માટે ડ્રગ સ્પોન્જ બનાવાયું છે. જે કિમોથેરાપી પછી લોહીમાંથી દવાઓને ફિલ્ટર કરી શુદ્ધ લોહી બોડીમાં રિલીઝ કરે છે. વર્તમાનમાં ટેસ્ટ કીમો ડ્રગ ડોક્સઓરૂબિસિન પર કરાયો છે જેનો ઉપયોગ કેટલાયે પ્રકારના કેન્સરમાં કરવામાં આવે છે.
  • શોધ માટે પ્રયોગ હાલ ભૂંડ પર કરાયા છે. લીવર કેન્સરથી પીડિત ભૂંડના શરીરમાં કીમોડ્રગ ઈન્જેક્ટ (ડોક્સઓરૂબિસિન) કરાયું. કીમોફિલ્ટરની મદદથી 64% ડ્રગને બ્લડથી અલગ કરાયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કિમોથેરાપી દરમિયાન 100થી વધુ ડ્રગનો ઉપયોગ કરાય છે જે ઘણીવાર શરીરની સામાન્ય ક્રિયાઓને પ્રભાવિત કરે છે. લગભગ 50-80 ટકા ડ્રગ કેન્સર ટયૂમર શુદ્ધિ પહોંચી શકતા નથી અને લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાઈને નુકસાન પહોંચાડે છે.

શું છે કિમોથેરાપીની સાઈડઇફેક્ટ?
કેન્સરની સ્થિતિમાં શરીરમાં હાજર કોશિકાઓ અનિયંત્રિત રીતે વધવાનું શરુ થઇ જાય છે. કિમોથેરાપીની મદદથી અપાતા ડ્રગ આ કોશિકાઓને ખતમ કરે છે. પણ આ દવાઓના લીધે સામાન્ય અને સ્વસ્થ કોશિકાઓને નુકસાન પહોંચે છે. સાઈડ ઈફેક્ટના રૂપમાં વાળનું ખરવું, સાંભળવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, થાક લાગવો જેવા લક્ષણ દેખાય છે.

X
drug sponge reduces side effect of chemotherapy as it removes drug from blood
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App