બદલાતી સિઝનમાં કફ-શરદીને જડથી દૂર કરવાના, 40 પ્રાચીન ઉપાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કે કાયમ લેતા હોય તેવી દવાઓ દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક પ્રાચીન નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
- અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંક અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.
- થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદી સારી થઈ જાય છે.
- ગરમ જળપાનથી શરીરની ગ્રંથિઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સૂતી વખતે, સૂતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દર્દમાં આરામ થાય છે.
- ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. તરત ફાયદા થશે.
આગળ વાંચો અન્ય ઝડપથી ઈલાજ કરતાં પ્રાચની નુસખાઓ વિશે.......
Paragraph Filter