45 ડિગ્રી ગરમીમાં પણ લૂથી બચાવશે આ 10 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય, કોઈ 1 અજમાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણાં દિવસોથી ગરમીનું પ્રમાણ પુષ્કળ વધ્યું છે. એવામાં ગરમીમાં સૌથી વધુ ઘાતક બીમારી કોઈ છે તો એ હીટ-સ્ટ્રોક (લૂ) છે જે થોડાં કલાકમાં જ વ્યક્તિને મૃત્યુના મુખમાં નાખી શકે છે. શરીરનું તાપમાન ૪૦ સેન્ટિગ્રેડ કે તેનાથી વધી જાય તો આ તાપમાનમાં શરીરનું ટકવું મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિમાં શરીર પોતાની મેળે ઠંડું પડી શકતું નથી અને વ્યક્તિની જે તકલીફ થાય છે એને હીટ-સ્ટ્રોક કહેવાય છે. જો તમે લૂથી બચવા માગતા હોવ તો આજે જણાવેલા 10 ઉપાય કરો. આ ઉપાય તમને લૂથી બચાવશે અને સાથે લૂ લાગી ગઈ હોય તો એમાંથી પણ રાહત આપશે.
 
લૂના લક્ષણો
 
પુષ્કળ પરસેવો થવા લાગે અથવા અચાનક જ પરસેવો વળતો બંધ થઈ જાય, ધબકારા ધીમા થઈ જાય, શ્વાસ ફુલે અને જલ્દી-જલ્દી શ્વાસ લેવો પડે, સ્નાયુમાં ખેંચાણ થાય, ચામડી ગરમ, સૂકી અને લાલ થઈ જાય, માથાનો દુખાવો, ચક્કર આવવા, બેભાન થઈ જવું, નબળાઈ, હાથ-પગમાં ધ્રૂજારી, ઊબકા આવે, ઊલટી થાય, યુરિન એકદમ ઘેરા પીળા રંગનો થઈ જાય એવાં  લક્ષણો જોવા મળી શકે છે.
 
 આગળ વાંચો લૂથી બચવાના અન્ય શ્રેષ્ઠ અને ઈફેક્ટિવ ઘરેલૂ ઉપાયો.
અન્ય સમાચારો પણ છે...