દુલ્હા-દુલ્હન બંનેની બહેન માટે પરફેક્ટ છે આ 5 આઉટફિટ

ભાઈના લગ્ન હોય કે બહેનના, સ્ટાઇલિશ દેખાવાની સાથે દોડધામ કરવા માટે આઉટફિટ્સ પસંદ કરવા થોડું મુશ્કેલ કામ હોય છે.

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 07:00 AM
Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling

યૂટિલિટી ડેસ્કઃ ભાઈના લગ્ન હોય કે બહેનના, સ્ટાઇલિશ દેખાવાની સાથે દોડધામ કરવા માટે આઉટફિટ્સ પસંદ કરવા થોડું મુશ્કેલ કામ હોય છે. જો તમે તમારા વેડિંગના અલગ-અલગ ફંક્શન્સમાં અલગ લુક માટે આઉટફિટ શોધી રહ્યા છો તો કેટલાક આઉટફિટ એવા છે જે ટ્રેન્ડમાં ઇન પણ છે અને દરેક ફંક્શન મુજબ બેસ્ટ ઓપ્શન્સ પણ છે.

તો લગ્નમાં લહેંગા પહેરવાના હોવ અથવા સાડી કે અનારકલી, તેને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરો અને મેળવો બધાનું અટેન્શન.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લગ્નમાં લહેંગા પહેરવાના હોય તો તેને કેવી રીતે કરશો સ્ટાઇલ...

Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling

હેવી વર્ક પેપ્લમ લહેંગા

જો તમારું ફિગર સ્લિમ-ટ્રીમ છે તો પેપ્લમ લહેંગા તમારા માટે પરફેક્ટ રહેશે. લાઇટ એમ્બ્રોયડરી અને સ્લિમ બોર્ડરની સાથે આવા લહેંગા દુલ્હા અને દુલ્હન બંનેની બહેન માટે સારું ઓપ્શન છે. પેપ્લમ સ્ટાઇલ બ્લાઉઝ તમારા રેગ્યુલર લહેંગામાં ટ્વિસ્ટ આપવા માટે બેસ્ટ છે.

Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling

ચેક શર્ટની સાથે સાડી

વિન્ટર વેડિંગ માટે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ આઉટફિટ્સના મુજબ સાડીને શર્ટની સાથે ટીમઅપ કરો. વૂલન ફેબ્રિકવાળા શર્ટ્સ શીયર સાડીની સાથે ખૂબ જ સુંદર લુક આપશે.

Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling

ફ્લોરલ સ્કર્ટ અને ક્રોપ ટોપ

ક્રોપ ટોપને તમે સ્કર્ટ અને લહેંગા બંને સાથે પેર કરી શકો છો. આ આઉટફિટને તમે લગ્ન અને તેના અન્ય ફંક્શનમાં પણ કેરી કરી શકો છો. ક્રોપ ટોપ સાથે મેચ થતા લહેંગા હોય અથવા કોન્ટ્રાસ્ટ કે પછી બ્રોકેડ કે સિલ્ક, દરેક પ્રકારના વેરાઇટીવાળા સ્કર્ટ અને લહેંગા તમારી સ્ટાઇલને જાળવી રાખશે. હાઇ નેક, બોટ નેક અને સ્લીવ્સના અલગ-અલગ સ્ટાઇલવાળા ક્રોપ ટોપનું કોમ્બિનેશન બેસ્ટ રહેશે.

Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling

અનારકલીની સાથે હેવી વર્ક દુપટ્ટો

ખૂબ હેવી આઉટફિટ કેરી કરવા નથી ઈચ્છતા તો અનારકલી અને સલવાર-સૂટ્સ કાયમ જ બેસ્ટ ઓપ્શન છે. સિલ્ક ફેબ્રિકવાળા અનારકલીની સાથે તમારે વધુ કંઈ કરવાની જરૂર નથી માત્ર તમે તેની સાથે હેવી એમ્બ્રોયડરી દુપટ્ટા કેરી કરી સુંદર લુક મેળવી શકો છો.

Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling

હેવી વર્ક લોન્ગ જેકેટ

જેકેટનો ટ્રેન્ડ અત્યારે ઇન છે તો તમે તેને લહેંગા, સાડી અને અનારકલી દરેક ફંક્શનમાં કેરી કરી શકો છો. તેને કેરી કરી વેડિંગમાં સ્ટાઇલિશ લુકની સાથે તમે દોડધામ પણ કરી શકશો.

X
Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling
Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling
Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling
Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling
Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling
Be The Most Stylish Sister Ever At The Wedding Of Your Sibling
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App