Home » Lifestyle » Fashion » Budget Floor Length Kurtas For Every Occasion

પાર્ટી હોય કે કેઝુઅલ આઉટિંગ, આ બજેટમાં આવતા કુર્તા આપશે ગોર્ઝિયસ લુક

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 11:37 AM

કેઝુઅલ આઉટિંગ હોય કે પાર્ટી, કુર્તા દરેક પ્રસંગ માટે પરફેક્ટ હોય છે. પરંતુ કુર્તાની પણ ઘણી બધી સ્ટાઇલ હોય છે.

  • Budget Floor Length Kurtas For Every Occasion
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ એથનિક કપડાંની જો વાત કરવામાં આવે તો કુર્તાનો વિચાર સૌથી પહેલા આવે છે. કેઝુઅલ આઉટિંગ હોય કે પાર્ટી, કુર્તા દરેક પ્રસંગ માટે પરફેક્ટ હોય છે. પરંતુ કુર્તાની પણ ઘણી બધી સ્ટાઇલ હોય છે. અમે તમને લેયર્ડથી લઈને કેપ કુર્તા સુધી, અનેક સ્ટાઇલિશ ડિઝાઇન્સ બતાવી ચૂક્યાં છીએ. હવે તમે ટ્રાય કરો ફ્લોર લેન્થ કુર્તા. તેમાં પણ તમને ઘણી બધી વેરાઇટી મળી જશે. તો તમે પણ જુઓ કેટલાક એવા જ કેઝુઅલ અને પાર્ટીવેર ફ્લોર લેન્થ કુર્તા અને એ પણ 1000 રૂપિયાની અંદર.

    પોમ પોમ ફ્લોર લેન્થ કુર્તા

    પાર્ટી માટે જઈ રહ્યા હોવ અને સિમ્પલ પરંતુ ક્લાસી લુક જોઈએ તો આ A-Line ફ્લોર લેન્થ કુર્તા પસંદ કરો. તેમાં ઉપરની તરફ પ્લેન અને નીચે પ્રિન્ટેડ ડિટેલિંગ છે. તેની પર લાગેલા પોમ પોમ તેને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ફ્લોર લેન્થ કુર્તાની અન્ય પેટર્ન...

  • Budget Floor Length Kurtas For Every Occasion
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    Rs 678 @ jabong.com

    આ કુર્તા કેઝુઅલ આઉટિંગ અને ઓફિસ પાર્ટી બંને માટે બેસ્ટ છે. તેની કોલ્ડ શોલ્ડર ડિઝાઇન તેને ટ્રેન્ડી બનાવી રહી છે. તેમાં ફ્રન્ટ-સાઇડ હાઇ સ્લિટ આપેલી છે. તેની સાથે તમે કોન્ટ્રાસ્ટિંગ લેગિંગ્સ અને કોલ્હાપુરી ચંપલ પહેરો.

  • Budget Floor Length Kurtas For Every Occasion
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    Rs 569 @ myntra.com

    જો તમને કલરફુલ કપડાં પસંદ છે તો આ ઓરેન્જ પ્રિન્ટેડ કુર્તા લો. તેની ફ્લેયર્ડ હેમલાઇન છે અને કમરની સાઇડથી કટઆઇટ ડિટેલિંગ આપેલી છે. આ લેગિંગ્સની સાથે અથવા ડ્રેસની જેમ કેરી કરો.

  • Budget Floor Length Kurtas For Every Occasion
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    Rs 629 @ myntra.com

    કેઝુઅલ લુક માટે આ બ્લૂ અને વ્હાઇટ પ્રિન્ટેડ ફ્લોર લેન્થ કુર્તા બેસ્ટ છે. તેને તમે મેક્સી ડ્રેસની જેમ પણ કેરી કરી શકો છો. તેને સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ સાથે એક્સેસરાઇઝ કરો.

  • Budget Floor Length Kurtas For Every Occasion
    Rs 899 @ ajio.com

    આ સુંદર ફ્રન્ટ સ્લિટ કુર્તાને જિન્સની સાથે કેરી કરો. તેમાં મેડરિન કોલર અને ફ્રન્ટ હાઇ સ્લિટ ડિટેલિંગ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ