Home » Lifestyle » Fashion » Pairs of Shoes That Are Ready to Party

તમારા લુકને થોડો વધુ ગ્લેમરસ બનાવશે આ સ્ટાઇલિશ ફૂટવેર્સ

Divyabhaskar.com | Updated - Jan 13, 2018, 07:00 AM

પરફેક્ટ પાર્ટી લુક માટે આજકાલ ગર્લ્સ હાઇ હીલ્સ ડિઝાઇનર્સ ફૂટવેર પસંદ કરી રહી છે.

  • Pairs of Shoes That Are Ready to Party
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ ફેશન પસંદ કરતી યુવતીઓની ઈચ્છા હોય છે કે તે વેડિંગ પાર્ટીથી લઈને ઓફિસ પાર્ટી સુધી દરેક જગ્યાએ સ્ટાઇલિશ અને યૂનિક લુકમાં દેખાય. આ ઈચ્છાને પૂરી કરવા માટે તે ડ્રેસથી લઈને ફૂટવેર્સ સુધી દરેક વસ્તુઓ ટ્રેન્ડ મુજબ પસંદ કરે છે. પરફેક્ટ પાર્ટી લુક માટે આજકાલ ગર્લ્સ હાઇ હીલ્સ ડિઝાઇનર્સ ફૂટવેર પસંદ કરી રહી છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પરફેક્ટ પાર્ટી લુક માટે ચાર્મિંગ ફૂટવેર્સ વિશે...

  • Pairs of Shoes That Are Ready to Party
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્લોક હીલ બરગંડી ફૂટવેર

     

    નાઇટ પાર્ટી ખાસ કરીને ડાન્સ પાર્ટી માટે બ્લોક હીલ ગર્લ્સની પહેલી પસંદ હોય છે. કમ્ફર્ટ હોવાના કારણે તેને પહેરીને લાંબા સમય સુધી ડાન્સ કરવું સરળ હોય છે. બ્લોક હીલમાં આજકાલ બરગંડી કલર ટ્રેન્ડમાં છે. દરેક પ્રકારના વેસ્ટર્ન આઉટફિટની સાથે તેને પહેરવું ગર્લ્સ પસંદ કરી રહી છે.

  • Pairs of Shoes That Are Ready to Party
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હોટ રેડ ફર સેન્ડલ્સ

     

    પાર્ટી લુક માટે રેડ કલર કાયમથી જ ગર્લ્સનો ફેવરિટ રહ્યો છે. આજકાલ તો બ્લેક ડ્રેસની સાથે હોટ રેડ સેન્ડલ્સ પહેરવાનો ટ્રેન્ડ બની ચૂક્યો છે. વિન્ટરમાં ફરવાળા હાઇ હીલ રેડ સેન્ડલ્સ ગર્લ્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.

  • Pairs of Shoes That Are Ready to Party
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ક્લાસિક એન્કલ સ્ટ્રિપ

     

    વેડિંગ ફંક્શન્સ માટે ફૂટવેરની આ સ્ટાઇલ ગર્લ્સની વચ્ચે ખૂબ ડિમાન્ડિંગ છે. ખાસ કરીને તેમાં વેલ્વેટ ફેબ્રિક આજકાલ ટ્રેન્ડમાં છે. તેની સાથે એન્કલ પર ગોલ્ડન કલરની સ્ટ્રિપ તેને વધુ અટ્રેક્ટિવ બનાવે છે.

  • Pairs of Shoes That Are Ready to Party

    બ્લેક સેન્ડલ વિથ પર્લ

     

    ફૂટવેરમાં બ્લેક કલર પસંદ કરનારી યુવતીઓ માટે આ હાઇ હીલ સેન્ડલ પરફેક્ટ છે. બ્લેક કલરના સેન્ડલને વ્હાઇટ પર્લથી સજાવવામાં આવી છે જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. પાર્ટી લુક માટે આ સ્ટાઇલ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ