• Gujarati News
  • 34th India International Trade Fair 2014 (IITF), New Delhi

ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આ વર્ષે ટર્કિશ ગુડલક ચાર્મની રહી ધૂમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2014, દિલ્હી)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 34માં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)નું રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીએ ગત શુક્રવારે ઉદ્ઘાટન કર્યુ હતું. IITFમાં 6,500 કંપનીઓ અને 25 દેશોએ ભાગ લીધો હતો. આ વર્ષે આ ફેરમાં ભાગ લઇ રહેલા 25 દેશોમાં ભારત ઉપરાંત ચીન, જર્મની, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બહેરિન, ક્યુબા, ઇજિપ્ત, હોંગ કોંગ, ઇરાન, ઇન્ડોનેશિયા, જાપાન, સાઉથ કોરિયા, કુવૈત, કિર્ગીસ્તાન, મલેસિયા, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, થાઇલેન્ડ, તિબેટ, તુર્કી, યુએઇ અને વિયેતનામ છે.
આ ટ્રેડ ફેરમાં ટર્કિશ 'ગુડ-લક' ચાર્મથી લઇને હોંગકોંગના બ્લેન્કેટ, ઇરાનના હેઝલનટ્સની ધૂમ જોવા મળી હતી. આ સિવાય ટર્કિશમાંથી હેન્ગિંગ લેમ્પ, અવનવા કલરમાં શોપ્લેટ્સ, કટ ગ્લાસ બાઉલ્સ ઉપરાંત ખરાબ નજરથી બચાવવા માટેની ઇવિલ આઇઝનું વેચાણ સૌથી વધારે જોવા મળ્યું હતું. અવનવી ડિઝાઇનમાં મળતી પ્લેટ્સ 600થી 5,000 રૂપિયાની કિંમતે મળતી હતી. જ્યારે બાઉલ્સની કિંમત 700થી 2,000 સુધીની હતી.
અફઘાનના સ્ટોર પર ડ્રાય ફ્રૂટ્સ અને કાર્પેટનું વેચાણ થતું હતું. જેની કિંમત 12,000થી લઇને 2 લાખ રૂપિયા સુધીની હતી.
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, ઇન્ડિયન ટ્રેડ ફેરની તસવીરી ઝલક...