Over Emotional: વારંવાર પરેશાન રહેતા હોવ, તો અજમાવો આ ટિપ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોઃ પ્રતિકાત્મક)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જીવનમાં ઇમોશનલ સમયમાંથી પસાર થવું મુશ્કેલ હોય છે. ઇમોશનલ વાતાવરણ વ્યક્તિને માનસિક રીતે વીક બનાવી દે છે. તેનું દર્દ બહાર કોઇ જખમના રૂપમાં તો નથી દેખાતું, પણ વ્યક્તિને અંદર જ અંદર ખૂબ જ કમજોર બનાવી દે છે. તેના કારણોસર બ્રેક અપ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. દગો મળ્યો હોય તેવો વ્યક્તિ પણ ઇમોશનલી વીક થઇ જાય છે, કોઇની વાતને દિલ પર લઇ લેવાથી પણ આવું થઇ શકે છે, ત્યાં સુધી કેટલાંક લોકો પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી પણ ઇમોશનલ થઇ જાય છે.
યુવક અથવા યુવતી આ દર્દમાંથી ઘણીવાર પસાર થાય છે. કેટલાંક વ્યક્તિઓના જીવનમાં આ સમય 2થી 3 વખત આવે છે. જો તમે તમારાં રિલેશનમાં કોઇ પણ પ્રકારના માનસિક ઉત્પીડનથી પસાર થઇ રહ્યા છો, તો સમય રહેતા જ યોગ્ય પગલાં ઉઠાવો જેથી સંબંધોની મિઠાશ ઓછી ના થઇ જાય. આ છે એ 10 ટિપ્સ જે તમને જણાવશે કે બ્રેક અપ બાદ કેવી રીતે રિકવર કરવાનું છે, સંબંધોમાં કેવી રીતે બેલેન્સ જાળવી રાખવાનું છે, જેથી ઇમોશન્સ પ્રેક્ટિકલ લાઇફ પર હાવી ના થાય અને ઓવર ઇમોશનલ થવાથી કેવી રીતે બચવાનું છે.
મુશ્કેલીની ઘડીઓમાં પોઝિટિવ રહો
રિલેશનશિપમાં હંમેશા પોઝિટિવ રહેવું જોઇએ. આનાથઈ સંબંધોમાં કડવાશ નથી આવતી. જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે, જેને તમે સહન નથી કરી શકતા. પોઝિટિવ રહેવાથી તમારાં જીવનમાં નવી રાહ જોવા મળે છે, જીવનનો અસલી મકસદ મળે છે અને ઓવર ઇમોશનલ નેચર સામે લડવામાં સહન શક્તિ મળે છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં થઇ રહેલી માનસિક ઉત્પિડનથી લડવામાં પોઝિટિવ વિચારોનો ખૂબ જ મોટો રોલ છે. તેથી તમે તમારી અંદર કોઇ પણ પ્રકારના નકારાત્મક વિચારોને ના આવવા દો.
ઓવર-ઇમોશનલ હોવાના પ્રભાવોથી બચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને બાકીની ટિપ્સ જાણો...