તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુજારા can બેટ, પુજારા can\'t ડાન્સ: વિરાટ કોહલી, ભારતીય ટીમે ઉજવણી કરતા \'પુજારા ડાન્સ\' કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ આજે ઈતિહાસ રચી દીધો હતો. ભારતે 72 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ છે. મેચ બાદ ખેલાડીઓ ગ્રાઉન્ડ ઉપર ઉજવણી કરી રહ્યા હતા. ઋષભ પંતે ટીમને એક અલગ પ્રકારનો ડાન્સ કરવા જણાવયું હતું. આખી ટીમ સિરીઝના હીરો ચેતેશ્વર પુજારા સાથે ધીંગામસ્તી કરી રહી હતી. વિડીયોમાં પુજારાને  ડાન્સ કરવા માટે પંત અને સાથીઓ ચીયર કરતા જોવા મળે છે પરંતુ પુજારા સ્પ્ષ્ટપણે ડાન્સ કરવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે.

ઋષભ પંતનો પ્રયાસ હતો કે પુજારા થોડું નાચે (shake a leg): રવિ શાસ્ત્રી 

મેચ બાદ પ્રેસ કોન્ફ્રન્સમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આની શરૂઆત ઋષભ પંતે કરી હતી. કોહલીએ કહ્યું હતું કે પંત શું કરવા માંગતો હતો તેની અમને પણ ખબર નથી. અમે બસ તેની સાથે કદમ પર કદમ મિલાવી રહ્યા હતા. અમને તે ગમ્યું, તે ડાન્સ મુવ ઇઝી હતો પણ પુજારા ના કરી શક્યો, તમે જોઈ શકો છો તે કેટલો સિમ્પલ વ્યક્તિ છે. અને બીજી તરફ શાસ્ત્રીએ કહ્યું હતું કે પંત ઈચ્છતો હતો કે પુજારા નાચે તેથી તેણે આ ચાલુ કર્યું હતું. 

આ 'પુજારા ડાન્સ' હતો: કોહલી 

પુજારા can બેટ, પુજારા can't ડાન્સ. કોહલીએ મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ વિશે રહસ્ય ખોલતા કહ્યું હતું કે  પુજારા જયારે બેટિંગ કરવા આવે છે ત્યારે તે હાથ નથી હલાવતો ફક્ત ચાલે છે. આ ડાન્સ પણ કંઈક એવો જ હતો. તેની નોર્મલ વોકનું થોડું એક્સટેન્સન હતું, તેથી અમે આને પુજારા ડાન્સ કહીશુ. ઋષભ આ આઈડિયા લઈને આવ્યો હતો અને અમને તે કરવાની મજા પડી હતી. 

1) ઋષભ પંતનો પ્રયાસ હતો કે પુજારા થોડું નાચે (shake a leg): રવિ શાસ્ત્રી

મેચ બાદ પ્રેસ કોન્ફ્રન્સમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આની શરૂઆત ઋષભ પંતે કરી હતી. કોહલીએ કહ્યું હતું કે પંત શું કરવા માંગતો હતો તેની અમને પણ ખબર નથી. અમે બસ તેની સાથે કદમ પર કદમ મિલાવી રહ્યા હતા. અમને તે ગમ્યું, તે ડાન્સ મુવ ઇઝી હતો પણ પુજારા ના કરી શક્યો, તમે જોઈ શકો છો તે કેટલો સિમ્પલ વ્યક્તિ છે. અને બીજી તરફ શાસ્ત્રીએ કહ્યું હતું કે પંત ઈચ્છતો હતો કે પુજારા નાચે તેથી તેણે આ ચાલુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...