શેરબજાર / સેન્સેકસમાં 150 અંકનો ઘટાડો, નિફટી 10800ની નીચે

Stock market update sensex loose 150 points in trade on friday 11 january
X
Stock market update sensex loose 150 points in trade on friday 11 january

  • શરૂઆતના કારોબારમાં સેન્સેકસમાં 100 અંકની તેજી
  • એવરેડી ઈન્ડસ્ટ્રીઝનો શેર 18 ટકા વધ્યો, ટીસીએસના શેરમાં 2 ટકા ઘટ્યા

 

Divyabhaskar.com

Jan 11, 2019, 01:46 PM IST
મુંબઈઃ શેરબજારમાં શુક્રવારે શરૂઆતની તેજી બાદ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેકસ 150 અંક ઘટીને 36,000ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 31 અંક ઘટીને 10,800ની નીચે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેકસમાં 100 અંકની તેજી જોવા મળી હતી. 

ટાટા મોટર્સના શેરમાં 2 ટકાનો ઘટાડો

સેન્સેકસના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 33 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ટીસીએસનો શેર 2 ટકાથી વધુ ઘટ્યો છે. ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટરબોમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
એવરેડી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શુક્રવારે 18 ટકાનો ઉછાળો આવ્યો. મિડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે કંપનીના પ્રમોટરો તેને વેચવાનો વિકલ્પ શોધી રહ્યાં છે. આ રિપોર્ટ બાદ એવરેડીના શેરમાં તેજી આવી.
ડોલરની સરખામણીમાં રૂપિયો શુક્રવારે 7 પૈસાના વધારા સાથે 70.34 પર આવી ગયો છે. ગુરૂવારે 5 પૈસાના વધારા સાથે 70.41 પર ક્લોઝિંગ થયું હતું. બીજી તરફ આંતરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડ શુક્રવારે 0.21 ટકાના ઘટાડા સાથે 61.55 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી