તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Reserve Bank Of India RBI Expected To Pay Government Interim Dividend Upto Rs40000 Crores

સરકારને માર્ચ સુધીમાં RBI પાસેથી 40,000 કરોડ રૂપિયા સુધીનું ઈન્ટરિમ ડિવિડન્ડ મળી શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિઝર્વ બેન્ક બજેટ પહેલા ડિવિડન્ડ પર અંતિમ નિર્ણય લઈ શકે છે
  • આરબીઆઈ અને સરકાર વચ્ચેના અનામત ભડોળના વિવાદ બાદ ગત મહિને આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામુ આપ્યું હતું

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)આ વર્ષે માર્ચ સુધીમાં સરકારને 30,000થી 40,000 કરોેડ રૂપિયાનું ઈન્ટરિમ ડિવિડન્ડ આપી શકે છે. રોયટર્સના સૂત્રોએ સોમવારે આ અંગેની માહિતી આપી છે. ડિવિડન્ડની રકમથી મોદી સરકારને નાણાંકીય નુકશાનને ભરપાઈમાં કરવામાં મદદ મળવાની શકયતા છે. આરબીઆઈ બજેટ રજૂ થતા પહેલા ડિવિન્ડ પર અંતિમ નિર્ણય લઈ શકે છે. સરકાર 1 ફેબ્રુઆરીએ ઈન્ટરિમ બજેટ રજૂ કરશે.

 

આરબીઆઈ જુલાઈથી ઓગસ્ટની વચ્ચે સરકારને ડિવિડન્ડની રકમ ટ્રાન્સફર કરે છે. જોકે આ વખતે બજેટ પહેલા જ કરવામાં આવી શકે છે. આરબીઆઈનું નાણાંકીય વર્ષ જુલાઈથી જૂન સુધી ચાલે છે. આરબીઆઈના કાયદા મુજબ તમામ ખર્ચ બાદ આરબીઆઈની પાસે નફાની જે રકમ બચે છે. તેનો થોડો હિસ્સો સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે.

1) સરકારને મહેસૂલનું નુકસાન એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે

રોયટર્સના રિપોર્ટમાં નાણાંમંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે સરકારની રાજસ્વ ઘાટા એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. એવામાં આરબીઆઈ પાસેથી મળનાર ડિવિડન્ડથી નાણાંકીય ખોટના લક્ષ્યને જીડીપીના 3.3 ટકા પર રાખવામાં મદદ મળશે.

આરબીઆઈના રિઝર્વ ફન્ડ સહિતના બીજા વિવાદોને કારણે ગત મહિને ઉર્જિત પટેલે ગવર્નર પદેથી રાજીનામું આપ્યું હતું. અને શક્તિકાન્ત દાસને આરબીઆઈના નવા ગવર્નર બનાવવામાં આવ્યા છે.

આરબીઆઈએ તેના રિઝર્વ ફન્ડમાં કેટલા પૈસા રાખવા જોઈએ અને સરકારને કેટલી રકમ ડિવિડન્ડના રૂપમાં આપવી જોઈએ, એ નક્કી કરવા માટે ગત મહિને સમિતિ બનાવવામાં આવી હતી. રિઝર્વ બેન્કન પૂર્વ ગવર્નર બિમલ જાલાન આ સમિતિના અધ્યક્ષ છે. સમિતિ તેની પ્રથમ બેઠકથી 90 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોપશે.

આરબીઆઈના ફન્ડમાં 9.6 લાખ કરોડ રૂપિયા છે. તે આરબીઆઈના કુલ એસેટના 28 ટકા છે. સરકારનું કહેવું છે કે બીજા મોટા દેશોની કેન્દ્રીય બેન્કો પોતાની એસેટના 14 ટકા રિઝર્વ ફન્ડમાં રાખે છે.

અન્ય સમાચારો પણ છે...