તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુવૈતમાં ગુમ થયેલ યુવતી કેનેડા પહોંચી, ઈસ્લામનો ત્યાગ કર્યા પછી સાઉદીમાં જીવનું જોખમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટાવાઃ કુવૈતથી ભાગેલી સાઉદી અરબની 18 વર્ષીય રાહફ મોહમ્મ્દ અલ કુનુનને કેનેડાએ શરણ આપી છે. શનિવારે ટોરંટો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાહફને લેવા માટે કેનેડાનાં વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ પહોંચી હતી. તેમણે રાહફને બહાદુર કેનેડીયન કહીને તેનું સ્વાગત કર્યુ હતુ. 

રાહફ સોશિયલ મીડિયાને કારણે સમાચારોમાં આવી હતી. તેની કુવૈતથી ઓસ્ટ્રેલિયા ભાગતી વખતે બેંકોક એરપોર્ટ પર ધરપકડ કરાઈ હતી. એરપોર્ટનું તંત્ર રાહફને પરત સાઉદી મોકલવાની તૈયારીમાં હતુ. ત્યારે જ રાહફે જણાવ્યુ કે તેને ઈસ્લામનો ત્યાગ કર્યો છે જેથી સાઉદીમાં તેની હત્યા પણ થઈ શકે છે.  

  • હ્યુમન રાઈટ્સ વોચની અપીલ પર થાઈલેન્ડે રાહફને પરત ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ સંગઠનના કહ્યાપ્રમાણે સાઉદીથી ભાગેલી યુવતીઓને પરત ફર્યા બાદ તેના પરિવાર અને સગા સંબંધિઓની હિંસાનો સામનો કરવો પડે છે. એવામાં રાહફની મરજી વિરુદ્ધ તેને પરત મોકલવાથી તેને નુકસાન થઈ શકે છે. 
  • થાઈલેન્ડે રાહફને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્તની શરણે મોકલી હતી. અહી કેનેડા રાહફને શરણ આપવા માટે તૈયાર થયુ હતુ. શુક્રવારે રાહફને કેનેડા માટે રવાના કરાઈ હતી. 
  • રાહફનાં કહ્યાંનુસાર તે પહેલા ઓસ્ટ્રેલિયા જવા માંગતી હતી, પરંતુ દસ્તાવેજોની કાર્યવાહી અને અન્ય કામોમાં સમય લાગવાથી તેણે કેનેડામાં જ શરણ લેવાનું ઉચિત લાગ્યુ હતુ. 
અન્ય સમાચારો પણ છે...