યૌન ઉત્પીડન / આરોપીઓને બચાવવાના મામલામાં આલ્ફાબેટના બોર્ડ ઓફ ડાયરેક્ટરની વિરુદ્ધ કોર્ટ કેસ

Divyabhaskar.com

Jan 11, 2019, 12:47 PM IST
misconduct coverup: alphabet board sued over allegations
X
misconduct coverup: alphabet board sued over allegations

  • કંપનીના બે શેરહોલ્ડર્સે દાવો કર્યો, નીતીઓમાં ફેરફારની માંગ કરી
  • ગૂગલમાં ગત વર્ષે યૌન ઉત્પીડનના મામલાઓનો ખુલાસો થયો, આલ્ફાબેટ ગૂગલની પેરેન્ટ કંપની
  • આરોપ- તેણે મામલો દબાયો, એક્ઝિટ પ્લાન અંતર્ગત એક આરોપીને 660 કરોડ રૂપિયા આપ્યા

સાન ફ્રાન્સિસ્કોગૂગલ કંપનીમાં યૌન ઉત્પીડનના આરોપીઓને બચાવવાના મામલામા આલ્ફાબેટના બોર્ડ ઓફ ડાયરેક્ટરની વિરુદ્ધ કંપનીના બે શેરહોલ્ડર્સે કોર્ટ કેસ કર્યો છે. આલ્ફાબેટ ગૂગલની પેરેન્ટ કંપની છે. અરજકર્તાઓએ માંગ કરી છે કે ગૂગલે ભવિષ્યમાં આ પ્રકારના મામાલાઓને રોકવા માટે પોતાની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે. તેમનું કહેવું છે કે યૌન ઉત્પીડનના મામલામાં આલ્ફાબેટના ડાયરેક્ટર તેમની જવાબદારી સંભાળી શકયા નથી. તેમણે કંપનીને થયેલા નુકશાનની ભરપાઈ કરવી જોઈએ.

બોર્ડ મિટિંગમાં યોન ઉત્પીડન મામલા પર ચર્ચા થઈ હતીઃ અરજકર્તા

1.અમેરિકાના ન્યુઝપેપર ન્યુયોર્ક ટાઈમ્સે ગત વર્ષે ઓક્ટોબરમાં દાવો કર્યો હતો કે ગૂગલના એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ ડિવાઈસના હેડ રહેલા એન્ડી રૂબીન પર વર્ષ 2013માં યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આમ છતા ગૂગલે એડીને બચાવ્યા અને વર્ષ 2014માં એક્ઝિટ પ્લાન અંતર્ગત તેમને 9 કરોડ ડોલર(660 કરોડ રૂપિયા) પણ આપ્યા. વર્ષ 2016 સુધી ગૂગલના સર્ચ યુનિટના હેડ રહેલા અમિત સિંધલ પર પણ યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો.
2.આલ્ફાબેટના બોર્ડ ઓફ ડાયરેકટરની વિરુદ્ધ ફાઈલ કરવામાં આવેલી અરજીમાં કંપનીની બોર્ડ મિટિંગની મિનિટસનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે એક બેઠકમાં યૌન ઉત્પીડનના આરોપીઓ વિશે ચર્ચા થઈ હતી.
3.અરજકર્તાઓએ માંગ કરી છે કે આલ્ફાબેટના બોર્ડમાં ઓછામાં ઓછા 3 સ્વતંત્ર નિર્દેશક રાખવા જોઈએ અને એડમિનિસ્ટ્રેશનના નિર્ણય પર શેરહોલ્ડર્સને નજર રાખવાનો અધિકાર મળવો જોઈએ.
4.ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગત વર્ષે કર્મચારીઓ પાસે માફી માંગી હતી. તેમણે યૌન ઉત્પીડનના મામલાઓને હેન્ડલ કરવાની રીત પર અફસોસ વ્યક્ત કર્યો હતો, અને તેમાં સુધારો કરવાની માંગ કરી હતી.
5.ગત વર્ષે નવેમ્બરમાં ગૂગલના લગભગ 20 હજાર કર્મચારીઓએ વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં મોટા ભાગે મહિલાઓ સામેલ હતી. તેમની માંગ હતી કે ઉત્પીડનના મામલામાં પારદર્શક નીતી બનાવવામાં આવે. મધ્યસ્થીની અનિવાર્યતા પૂરી કરવામાં આવે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી