• Home
  • NRG
  • Australia
  • Kartik Patel from Australia has claimed this song and the lyrics has his copyright

કિંજલ દવે વિવાદ / બે-ચાર શબ્દો આમતેમ કરીને કિંજલે મારા ઓરિજિનલ ગીતની ચોરી કરીઃ કાર્તિક પટેલ

કાર્તિક પટેલ
કાર્તિક પટેલ
X
કાર્તિક પટેલકાર્તિક પટેલ

  • ઓસ્ટ્રેલિયામાં રહેતા કાર્તિક પટેલે દાવો કર્યો છે કે ગીત તેણે લખ્યું છે અને ગાયું છે
  • કોમર્શિયલ કોર્ટે કિંજલને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત ગાવા પર 22 જાન્યુઆરી સુધી રોક ફરમાવી છે

divyabhaskar.com

Jan 07, 2019, 12:25 PM IST

હેતલ ડાભી. મેલબર્ન/અમદાવાદ. ગુજરાતમાં ઘરે-ઘરે જાણીતા થયેલા 'ચાર-ચાર બંગડીવાળી' ગીતે સિંગર કિંજલ દવેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. હવે આ ગીતના કારણે જ તે વિવાદમાં ઘેરાઇ છે. ઓસ્ટ્રેલિયા સ્થિત કાર્તિક પટેલ નામના યુવાને અઢી વર્ષ પહેલાં અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટ ભંગની ફરિયાદ કરી હતી જે સંબંધે હવે કોર્ટે કિંજલને ચાર-ચાર બંગડીવાળી ગીત આગામી 22મી જાન્યુઆરી સુધી ન ગાવાનો આદેશ કર્યો છે અને તે દિવસે જ આ કેસની આગામી સુનાવણી થશે. આ સાથે જ કિંજલને ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા તેમજ આ ગીત અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે. કિંજલ સામે ફરિયાદ કરનાર કાર્તિક પટેલ મૂળ જામનગરના છે અને તેઓ હાલ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્થાયી થયા છે. કોર્ટ ફરિયાદમાં કાર્તિક પટેલે આ ગીત, રચના અને ધૂન પોતાની હોવાનો દાવો કરવાની સાથે કિંજલ સામે કોપીરાઇટ ભંગનો કેસ કર્યો હતો. જેમાં શનિવારે કોર્ટે વચગાળાનો આદેશ કરતા કિંજલ દવેનું આ ગીત ઇન્ટરનેટ પરથી હટાવી દેવાયું છે.

 

હું સમાધાન કરવાનો નથીઃ કાર્તિક

 

કાર્તિક પટેલે દાવો કર્યો છે કે ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલ દવેએ તેની નકલ કરી છે. આ અંગે કાર્તિક પટેલે દિવ્ય ભાસ્કર સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું હતું કે, હું આ મામલે કોઈ સમાધાન કરવાનો નથી અને કોર્ટમાં ચુકાદો આવે તેનો અમલ કરીશ. આ પ્રકરણ પૂરું થાય તે પછી પણ હું મારા ભાવિ આલ્બમો બનાવીશ. કાર્તિકની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, કાર્તિકે ગીત બનાવી તેનો વીડિયો સપ્ટેમ્બર 2016માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું અને ઓક્ટોબર-16માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો. નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી. ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી.

દિવ્યભાસ્કર સાથે કાર્તિક પટેલની ખાસ વાતચીત

1.હાલ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં રહેતા કાર્તિક પટેલે કોર્ટના આ નિર્ણયથી ખુશી મળી હોવાનું જણાવ્યું હતું. 
2.કાર્તિક પટેલે કહ્યું કે, અઢી વર્ષ પહેલાં જ્યારે આ ગીતની ચોરી અંગે અમે દાવો કર્યો ત્યારે યુટ્યૂબની લિગલ ટીમે અમને કોર્ટમાં જવાની સલાહ આપી હતી. અહીંથી જ અમને જાણવા મળ્યું કે, અમે અમદાવાદની કોર્ટમાં આ અંગે અરજી કરી શકીએ છીએ. 
3.યુટ્યૂબની લિગલ પ્રોસેસ મર્યાદિત હોય છે. યૂટ્યૂબની પ્રોસેસ દરમિયાન કિંજલ દવેની ટીમે આ ગીત તેઓનું જ હોવાનો દાવો કર્યો. અઢી વર્ષથી કોપીરાઇટને લગતાં આ હકારાત્મક નિર્ણયથી હું ખુશ છું. 
4.મને સૌથી વધુ દુઃખ એ બાબતનું હતું કે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ આ પ્રકારે ગીતની ચોરી કરવામાં આવી છે. કિંજલ દવેએ મારાં ગીતમાં એક-બે શબ્દો ઉપર નીચે કરીને પોતાના નામે ચઢાવી દીધું હતું. 
5.મારું કામ મ્યૂઝિક બનાવવાનું છે, હું 20-25 વર્ષથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છું અને બ્લૂ ઝોનર ગીતો પણ તૈયાર કર્યા છે. ચાર ચાર બંગડીવાળીવાળું મારું પહેલું જ સોંગ આ પ્રકારે સફળ થશે અને તેની ચોરી થશે તેવી આશા નહતી. 
6.કોર્ટનો આ નિર્ણય ગુજરાતી અને અન્ય મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે એક ઉદાહરણ છે કે, જ્યારે તમે અન્ય કોઇ સિંગરની કલા-રચનાને ઉઠાવો છો ત્યારે તેને ક્રેડિટ આપવી અત્યંત જરૂરી છે. આ સોંગ જ્યારે અમે યૂટ્યૂબ પર અપલોડ કર્યુ ત્યારે અમારું ગીત કોપીરાઇટ હતું અને તેમાં ડીજીટલ સિગ્નેચર પણ હતા. 
7.આ નિર્ણય બાદ શું તેઓ કિંજલ દવે સાથે સમાધાન કરશે કે કેમ તેના જવાબમાં કાર્તિકભાઇએ જણાવ્યું કે, હવે સમાધાનની શક્યતાઓ જ નથી. આ નિર્ણય બાદ હું હવે મારાં સંગીતના કરિયરમાં આગળ વધીશ અને નવા ગીતોની રચના કરતો રહીશ. 
8.કાર્તિક પટેલનું મૂળ વતન જામનગર છે અને તેઓ વર્ષોથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં સ્થાયી થયા છે. તેઓ 20-25 વર્ષથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. 

અગાઉ પણ કેસ કર્યો હતો, પણ તેઓ કાંઈ પૂરવાર કરી શક્યા નહોતાઃ કિંજલ

1.કોર્ટના નિર્ણય બાદ કિંજલ દવેએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, આ ગીત પર અગાઉ પણ કેસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તેઓએ આ ગીત તેઓનું જ છે તેવું સાબિત કરી શક્યા નહતા. મેં હજુ સુધી કોર્ટના નોટિસના પેપર વાંચ્યા નથી. જો ગીત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો તેના ઉપર મારાં વકીલ સાથે ચર્ચા કર્યા બાદ આગળનો નિર્ણય લઇશું. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી