• Home
  • NRG
  • Middle East
  • A Hindu temple was vandalised in clashes between two groups in Bangladesh’s central Tangail district

બાંગ્લાદેશ / જમીન પર કબ્જો મેળવવા માટે તોફાની તત્વોએ મંદિર તોડ્યું, પૂજારી સાથે મારપીટ કરી

જૂથના નેતા પરિમલ ચંદ્ર રોયનો લાંબા સમયથી પૂજારી સાથે જમીનને લઇને વિવાદ હતો.
જૂથના નેતા પરિમલ ચંદ્ર રોયનો લાંબા સમયથી પૂજારી સાથે જમીનને લઇને વિવાદ હતો.
X
જૂથના નેતા પરિમલ ચંદ્ર રોયનો લાંબા સમયથી પૂજારી સાથે જમીનને લઇને વિવાદ હતો.જૂથના નેતા પરિમલ ચંદ્ર રોયનો લાંબા સમયથી પૂજારી સાથે જમીનને લઇને વિવાદ હતો.

  • પોલીસના જણાવ્યા અનુસાર, 20 વર્ષ પહેલાં બનેલા આ મંદિરની જમીનને લઇ બે જૂથ વચ્ચે વિવાદ થયો 
  • 8થી 9 લોકોએ પૂજારીના પરિવારને પણ માર માર્યો 

divyabhaskar.com

Jan 07, 2019, 03:03 PM IST
ઢાકાઃ બાંગ્લાદેશના તંગૈલમાં કેટલાંક તોફાની તત્વોએ એક મંદિરમાં તોડફોડ કરી, એટલું જ નહીં આઠથી 9 લોકોએ મંદિરના પૂજારી અને તેમના પરિવાર સાથે મારપીટ પણ કરી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બત્રા ગામના રહેવાસી ચિત્તરંજને 20 વર્ષ પહેલાં જમીન ખરીદીને તેમાં ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું. શુક્રવારે બે જૂથોની વચ્ચે મંદિરની જમીન પર કબ્જાને લઇને વિવાદ થયો. ત્યારબાદ કેટલાંક લોકોએ મંદિરમાં તોડફોડ પણ કરી દીધી. 
લાંબા સમયથી જમીનને લઇ વિવાદ
1.પોલીસના જણાવ્યા અનુસાર, જૂથના નેતા પરિમલ ચંદ્ર રોયનો લાંબા સમયથી પૂજારી સાથે જમીનને લઇને વિવાદ હતો. આ મામલે રૉયે ઘણીવાર પૂજારીને ડરાવી-ધમકાવીને જમીન હડપવાની કોશિશ કરી. જો કે, તેઓ તેમાં સફળ થઇ શક્યા નહતા. 
2.પોલીસની એક ટીમ તોડફોડની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. જો કે, ત્યાં સુધી તમામ લોકો ભાગી ગયા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી