રિપોર્ટ / પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂઈ વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં સામેલ

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 05:38 PM
Former Pepsico boss Indra Nooyi a contender for World Bank president says report
X
Former Pepsico boss Indra Nooyi a contender for World Bank president says report

  • વર્લ્ડ બેન્કના અધ્યક્ષ જિમ યોન્ગ કિમે કાર્યકાળ પુરો થવાના ત્રણ વર્ષ પહેલા રાજીનામું આપ્યું
  • નૂઈએ 3 ઓક્ટોબર 2018માં પેપ્સિકોના સીઈઓ પદને છોડ્યું હતું 

વોશિંગ્ટનઃ પેપ્સિકોની પૂર્વ સીઈઓ ઈંદ્રા નૂઈ(62) વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં સામેલ છે. અમેરિકાની ન્યુઝ વેબસાઈટ એક્સિઓસે મંગળવારે આ માહિતી આપી છે. વર્લ્ડ બેન્કના અધ્યક્ષ જિમ યોન્ગે સોમવારે અચાનક રાજીનામાની જાહેરાત કરી હતી કે તે એક ફેબ્રુઆરીએ પદ છોડશે.

પ્રથમ વાર કોઈ બિનઅમેરિકન આ જવાબદારી સંભાળે તેવી શકયતા

1.વર્લ્ડ બેન્કના અધ્યક્ષ કિમનો કાર્યકાળ 2022માં પૂરો થઈ રહ્યો હતો, જોકે તેમણે ત્રણ વર્ષ પહેલા અચાનક જ સોમવારે રાજાનામું આપ્યું હતું
2.ઈન્દ્રા નૂયી વર્લ્ડ બેન્કની અધ્યક્ષ બનશે તો ઈતિહાસમાં પ્રથમ વાર એવું બનશે કે કોઈ બિન અમેરિકન આ જવાબદારી સંભાળશે.
3.ભારતીય મૂળની ઈન્દ્રા નૂઈ અમેરિકાની પ્રમુખ ફૂડ એન્ડ બ્રેવરેજ કંપની પેપ્સિકોની પ્રથમ મહિલા સીઈઓ બની હતી. સીઈઓ નૂઈના 12 વર્ષના કાર્યકાળમાં પેપ્સિકોની રેવન્યુમાં 81 ટકાનો વધારો થયો છે. નૂઈએ ગત વર્ષે 3 ઓક્ટોબરે સીઓ પદ છોડ્યું હતું.
4.વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદ પર હવે અમેરિકા અને આઈએમએફના અધ્યક્ષ પદ પર હવે યુરોપિયનની જ પસંદગી થાય છે. આમ અમેરિકા અને યુરોપની વચ્ચે થયેલા અનઓફિશિયલ કરાર અંતર્ગત થતું રહ્યું છે. 
5.વેબસાઈટના જણાવ્યા પ્રમાણ જો ટ્રમ્પ ઈન્દ્રા નૂયી જૈવી ભારતીય મૂળના ખૂબ જ કાબેલ ઉમેદવારને નોમિનેટ કરે છે તો યુરોપિયન સ્વાભાવિક રીતે તેનું સમર્થન કરશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App