એપલ / ચીનમાં આઈફોન એક્સઆરનું વેચાણ ઘટ્યું, રિટેલર્સે 13000 રૂપિયા સુધી ભાવ ઘટાડ્યા

Divyabhaskar.com

Jan 12, 2019, 04:24 PM IST
Apple iphone prices reduced by retailers in china,buyers says iphones are not worth the cost
X
Apple iphone prices reduced by retailers in china,buyers says iphones are not worth the cost

બીજિંગઃ આઈફોનના નવા મોડલ એક્સઆરનું ચીનમાં વેચાણ ઓછું થવાને કારણે સ્માર્ટફોન સેલર્સે તેની કિંમત 13,440 રૂપિયા (192 ડોલર) સુધી ઘટાડી દીધી છે. આ કારણે સ્માર્ટફોન સેલર્સે તેની કિંમત 13,440 રૂપિયા (192 ડોલર) સુધી ઘટાડી દીધી છે. ચીનના મોટો રિટેલર સનિંગે 128 જીબી વાળા આઈફોન એક્સઆરની કિંમત 72,520 રૂપિયા (1,036 ડોલર)થી ઘટાડીને 60,060 રૂપિયા (858 ડોલર) કરી દીધી છે. એક્સપર્ટનું કહેવું છે કે કિંમત વધુ હોવાના કારણથી નવા આઈફોનના વેચાણમાં ઘટાડો આવ્યો છે. સ્થાનિક કંપની હુવાવેના સ્માર્ટફોનની સરખામણીમાં આઈફોન ખૂબ જ મોંઘો થયો છે અને તેમાં ઈનોવેટિવ ફીચર્સ પણ નથી.

અમેરિકામાં આઈફોન એક્સઆર 13,000 રૂપિયા સસ્તો

1.ઓનલાઈન વેચાણકર્તાઓએ પણ આઈફોન એક્સઆરની કિંમતમાં ઘટાડો કર્યો છે. એક સેલરે 256 જીબી વાળા આઈફોન એક્સએસ મેક્સનો રેટ 1,628 ડોલર ઘટાડીને 1,436 ડોલર કરી દીધો છે. આમ છતા તે અમેરિકાની સરખામણીમાં ચીનમાં મોંઘો છે. અમેરિકામાં આઈફોન એક્સએસ મેક્સની કિંમત 1,249 ડોલર છે. એટલે કે ચીનની સરખામણીમાં આ રેટ 187 ડોલર (13,000 રૂપિયા)ઓછો છે.
2.રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, વાર્ષિક આધાર પર નવેમ્બર 2018માં આઈફોનનું વેચાણ ઓછું થયું હતું. વર્ષ 2017માં લોન્ચ થયેલ એપલની સરખામણી તે વખતના સસ્તા મોડલ આઈફોન 8 અને 2018માં આવેલા સૌથી સસ્તા મોડલ આઈફોન એક્સઆરની સરખામણી કરવામાં આવે તો એક્સઆરનું વેચાણ 5 ટકા ઓછું રહ્યું છે.
3.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ એપલના સીઈઓ ટીમ કુકે કહ્યું હતું કે ચીનમાં આઈફોનનું વેચાણ આશા પ્રમાણે થયું નથી.  આ કારણે કંપનીએ ડિસેમ્બર માટેના રેવન્યુના અનુમાનમાં 5.5 ટકાનો ઘટાડો કર્યો હતો. રેવન્યુ ગાઈડન્સ ઘટવાની જાહેરાતના આગળના દિવસે એપલનો શેર અમેરિકાના શેરબજારમાં 10 ટકા ઘટ્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી