'જાવા' બાઈક પર આ 'દાદા'એ ગુજરાતને આપ્યો ‘સિંહફાળો’

આ ગુજરાતીના કામને જોઈને મિત્રોને પણ એ રીતે કામ કરવાની હોંશ જાગતી

divyabhaskar.com | Updated - Jun 22, 2012, 08:11 PM
yashwant maheta turns to 75

યશવન્ત મહેતા : બાળસાહિત્યકારનો અમૃતપ્રવેશસક્રિય પત્રકારત્વની પચાસી પાર કરી ચુકેલા યશવન્તભાઈ આજે 19મી જૂને પંચોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મવર્ષ – 1938 : લીલાપુર, સુરેન્દ્રનગર જીલ્લો) સાહિત્યના એકથી વધુ પ્રકારના વિષયોમાં તેમણે કરેલું ખેડાણ 450 ઉપરાંત પુસ્તકોમાં સમાયું – સચવાયું છે. જો કે તેમની મુખ્ય ઓળખ બાળસાહિત્યકારની રહી છે. એ એમની નિસબતનો વિષય પણ રહ્યો છે એમ કહેવું જોઇશે. બાલસાહિત્ય અકાદમીની સ્થાપના માત્ર નહીં, વખતોવખત – વર્ષમાં બે-ચાર વાર ‘બાલદિન’ / Children's Day સિવાય પણ બાળકોને કેન્દ્રમાં રાખી કાર્યક્રમો કરવાની સક્રિયતા તેમણે બતાવી છે, હજી ચાલુ છે. સ્થળ – સમય કે બાળકોની સંખ્યાને લક્ષમાં લીધા વિના બાળકોની પ્રવૃત્તિઓમાં તેઓ હોંશભેર જોડાય છે. એ માટે જાત ઘસી નાંખવાની કે ખિસ્સા પર ઘસરકો પડે તેની આગોતરી તૈયારી પણ ‘યશદાદા’એ રાખી જ હોય. આ ‘યશદાદા’ એ બાળકોએ આપેલું હુલામણું નામ છે.એમ તો યશવન્તભાઈ (Yeshwant Mehta) એક જમાનામાં ‘જાવા’ મોટરસાઈકલ ચલાવતા હતા. મને લાગે છે એના પર સવાર થયેલા યશવન્ત મહેતા ખરેખર 'દાદા' જેવા જ લાગતા હશે. ગુજરાતી પત્રકારત્વની નોકરીમાં ઝીણું કાંતવાનો – પુષ્કળ લખવાનો અને બદલામાં આછો – પાતળો પગાર પામવાનો જમાનો હતો એવા દિવસોમાં તેમણે આ મોટરસાઈકલ વસાવેલી. શરીર પાસેથી લેતા હતા એટલું જ કામ એ ‘જાવા’ (Jawa Motorcycle) પાસેથી લેતા. સમવયસ્ક અને સમવ્યવસાયી મિત્રો પણ તેને ખપમાં લેતા. એની વાત આગળ ઉપર.પત્રકારત્વ – લેખનની વ્યવસાયી કામગીરીના નાતે હું જ્યાં જોડાયેલો છું તે પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય કે લેખકો – પત્રકારોના સંગઠન ‘ગુજરાતી લેખક મંડળ’ (Gujarati Lekhak Mandal) સાથે યશવન્તભાઈ વર્ષોથી જોડાયેલા છે. ’મંડળના તેઓ અધ્યક્ષ છે. એ રીતે તેમની સાથે વાત – વિવાદ કે ડાયલોગ થવાના સંજોગ ઊભા થતા રહે. આવી જ એક વાતચીત દરમિયાન કહેતા કે, “પાસે વાહન હોવું એ 1990 પહેલાના જમાનામાં મોટી જણસ ગણાતી. જાવા જેવી હેવીવેઇટ મોટરસાઈકલ હોવાના કારણે હું ઝડપભેર રિપોર્ટીંગ અને અન્ય કામ માટે ફરી વળતો. એ જોઈને મિત્રોને પણ ક્યારેક એ રીતે કામ કરવાની હોંશ જાગતી અને પાસે વાહન ન હોવાના કારણે પાછા પડતા. હું ડ્રાઈવર બનીને તેમની મદદે આવતો.”ગુજરાતી પત્રકારત્વમાં કે ગુજરાતી જોડણીકોશમાં ‘ફ્રિ-લાન્સ’ શબ્દ દાખલ નહોતો થયો એવે સમયે તેમણે મોટા ગજાના અખબારની કંઈક અંશે સલામત ગણાતી એવી નોકરી માત્ર મુક્તપણે કામ કરવાના એક માત્ર ઇરાદાથી જ મૂકી દીધી. એમાં તે સફળ પણ થયા. સાહિત્ય સર્જન કર્યું – બાળકોની પ્રવૃત્તિઓમાં જોડાયા – છેવાડાના માણસની ચિંતા સેવતું લેખન કરી એ માંહેની પ્રવૃત્તિ કરી – ભૂતકાળમાં લખેલું ગ્રંથસ્થ કર્યું. આ બધું કરવામાં આર્થિક પાસું પણ જળવાઈ રહ્યું તે એ રીતે કે માત્ર લેખનની આવક પર તેઓ આવકવેરાનું રીટર્ન ફાઇલ કરે છે – એ પણ નિયમિત.એમ તો બીજું પણ એક કામ તેઓ નિયમિત કરે છે એ પત્નીને પિયર તેડવા જવાનું. ગુજરાતી લેખક મંડળની શુક્રવારી બેઠકમાં અધ્યક્ષના હોદ્દાને વચમાં લાવ્યા વિના કે તેના કથિત મોભાનો સહેજ સરખો ભાર રાખ્યા વિના તેઓ વહીવટી કામગીરી કરતા હોય. જેમાં કવર પર સરનામાં કરવાનું કામેય કોઈ છોછ વિના કરતા જાય. એમ કરતા સાથી મિત્રોને ખબર આપે કે પોતે આવતા શુક્રવારે બેઠકમાં હાજરી નહીં આપે. હા, એમને ‘કેમ નથી આવવાના’ એવું પણ પૂછી શકાય – હકપૂર્વક નહીં, હેતથી. પૂછીએ એટલે કહે, ‘દેવીબહેનને પિયર મોરબી / Morbi તેડવા જવાનું છે.’ તેમની ઉંમર સામે જોતા કદાચ તેમને ચીડવવા માટે જ હું પૂછી બેસું કે, ‘કેમ, તમે તેડવા ના જાવ તો એ ના આવે?’ યશવન્ત મહેતા આંખ મીંચકારીને ભારપૂર્વક જવાબ આપે – ‘ના.’ હા, આંખ મીંચકારે એ ક્ષણ પૂરતા તમે એમને રોમેન્ટિક પણ કહી શકો.આવા સવાલો પૂછીને હું તેમને હેરાન ન કરું એટલે પછીના શુક્રવારે એ મીઠાઈ લઈને આવે – દેવીબહેનના હાથે બનાવેલી સુખડી, મગસ કે મોહનથાળ. ’મંડળના સભ્યોને તેનો લાભ મળે પણ ‘સિંહફાળો’ મારા ભાગે હોય. મઝા આવે. દિલીપ રાણપુરા સાથેની તેમની દોસ્તી એવી કે એમના વિશેની કોઈ વાત એ આંખમાં ઝળઝળિયા વગર પૂરી જ ના કરી શકે. દિલદાર એવા કે બાળસાહિત્ય અંગેનું કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું / Sahitya Akademi સન્માન જાહેર થયું તો એ લેવા માટે મિત્રો નટવર પટેલ અને યોસેફ મેકવાનને પોતાના ખર્ચે દિલ્હી સાથે લઈ ગયા. પ્રકાશક સાથેનો સંબંધ એવો કે મનુભાઈ શાહ એ સન્માન વેળાએ તેમને ‘સરપ્રાઇઝ’ આપવા ઉપસ્થિત રહ્યા.તેમના વિશે આટલું કે વિસ્તારથી ના લખવું હોય અને એક વાક્યમાં પરિચય આપવો હોય તોય આપી શકાય. પારકાના સુખે સુખી અને દુઃખે અતિ દુઃખી થતો જણ એટલે યશવન્ત દેવશંકર મહેતા. તેમના પરિવારમાં બે દીકરીઓ ઋતંભરા (સાઇકાયટ્રિસ્ટ ડૉ. – સુરત), પ્રતીચી (આવકવેરા વિભાગ, વડોદરા) અને દીકરો ઈશાન (કમ્પ્યૂટર એન્જિનિઅર) અમદાવાદમાં સાથે રહે છે.પોસ્ટની સૌથી ઉપરનો દેવીબહેન સાથેનો તેમનો આ ફોટો વર્ષ 2006નો ‘શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયો ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાખંડમાં 30 ડિસેમ્બર 2006ની સાંજે પાડ્યો હતો.(બિનિત મોદીના બ્લોગના અહેવાલ પ્રમાણે)X
yashwant maheta turns to 75
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App