પાંડવો સાથે જોડાયેલી સૌરાષ્ટ્રની આ જગ્યા વિશે જાણો છો?

osam mountain dhoraji is related with pandavas

divyabhaskar.com

Feb 20, 2012, 03:10 PM IST

bhimthaliસૌરાષ્ટ્રમાં આવેલા એક એવા સ્થળની વાત કરવી છે જેનું નામ પાંડવો સાથે જોડાયેલું છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત અને તેની આસપાસ પૌરાણિક સ્થળોની આ વાત છે.માન્યતા પ્રમાણે ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ છે. પાંડવોએ વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યાં હતા. રસપ્રદ માન્યતા મુજબ પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે મળી ગઈ હતી. બન્નેના પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજ પણ તળેટીમાં મોજુદ છે.તેમજ ઓસમ પર્વત પર આજ પણ પાંડવો ના અવશેષો મોજુદ છે. જેમાં પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા જ રાખે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીળીથાળી જેમાં ભીમ ભોજન લેતો. તે થાળી આજ પણ મોજુદ છે .સમયાન્તરે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.ઓસમ પર્વત મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી પ્રચલિત હતા. આ પર્વતની શિલાઓ સિધ્ધિસપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે ઓળખાતો હતો. સમયાંતરે વહિંગાલોકન કરતા ઓમ આકારનો પર્વત ર્દષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી આજે ઓળખાય છે.ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત પર દર સાલ ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો માત્રી માતાજીના સાનિધ્યમાં યોજાય છે. આ મેળાનું પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે.અમારા વાંચક દિલીપ જીરૂકા દ્વારા આ તમામ તસવીરો અમને મેઈલ કરવામાં આવી છે.જો તમે કોઈ ફરવાલાયક સ્થળે ગયા હોય અને તેના ફોટા તમે પાડ્યા હોય, તો અમને [email protected] પર મેઈલ કરી શકો છો. સાથે સ્થળ સબંધિત પુરી વિગત અને બની શકે તો તમારો મોબાઈલ નંબર લખવો, અમે આપના નામ સાથે તે પ્રસિદ્ધ કરીશું.X
osam mountain dhoraji is related with pandavas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી