ભુજ પાસેના વર્ધમાનનગરમાં કાલથી ત્રિદિવસીય ગુરુપર્વોત્સવનો પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ સહિત દેશભરમાંથી ભુજોડી પાસેના વર્ધમાનનગર પહોંચતા ભાવિકો ભુજ પાસે આવેલા જૈનોના વર્ધમાનનગરમાં ગુણસાગર સુરીશ્વરજી મ.સા.ના જન્મ શતાબ્દી વર્ષ તથા ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા.ના જન્મવર્ષના પ્રસંગે 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગુરુપર્વોત્સવ ઉજવાશે. આ અવસરે મુંબઇ અને દેશભરમાંથી ભાવિકો કચ્છ આવી પહોંચ્યા છે. પ્રવેશદ્વારોનું ખાતમુહૃર્ત, સંતસંમેલન, ધર્મસભા, શીતલનાથ પ્રભુની ૫૦૦ દિવડા સાથે મહાઆરતી,દીપાલી શાહ દ્વારા તૈયાર કરાયેલી ગુરૂગુણોદય જીવનદર્શન ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવાશે. તથા ગુરૂ ગુણ શતાબ્દી મહોત્સવ,ગુરૂગોણાદય જન્મોત્સવ,ધર્મસભા,અનુષ્ઠાન સહિતના કાર્યક્રમો યોજાશે.