આ લોકો ભૂલ કરે તો કેવી અવનવી સજા કરી શકાય!

Gujarati article on different type of punishments

Adhir Amdavadi

Jul 22, 2011, 02:22 AM IST

copy_of_thumb_300હમણાં અમદાવાદનાં છાપામાં એક જ દિવસમાં બે સમાચાર અવનવી સજા વિશેના ચમક્યા હતાં. એક સ્કુલમાં વિદ્યાર્થીને સજા તરીકે ફૂલ-ઝાડને પાણી પીવડાવવાની સજા કરી હતી તો એક સરકારી કચેરીમાં કામમાં ભૂલ થાય તો એ કર્મચારીએ બીજા કર્મચારીઓને ૧૦૦ રૂપિયાની પાણીપુરી ખવડાવવાની સજા કરી હતી. પણ જો આવી સજાઓનો સીલસીલો ચાલુ રહે તો ભવિષ્યમાં જુદાજુદા લોકોને કેવી અવનવી સજા કરી શકાય તે જુઓ.

રીક્ષા ડ્રાઈવર : એના બે પગ પેલા ગધેડાની જેમ બાંધી દેવાના, એટલે એ સાઈડ બતાવવા માટે પગ રિક્ષાની બહાર ન કાઢી શકે.

પાણીપુરી વાળો : એને પગથી કચડીને બાંધેલા લોટની સો પાણીપુરી ખાવી પડે. એમાં પાણીપુરીનું પાણી પાછું પેલા પૂણે વાળા ભૈયાજી છાપ લોટામાં (જેમાં એ પેશાબ કરતાં પકડાયો હતો) કાઢી અને પછી પુરીમાં ભરવું. આટલું જ નહિ જો પાણીપુરી વાળો વધારે દોષમાં આવે તો એને એક અઠવાડિયા સુધી મહિલાઓને પાણીપુરી આપવા પર પ્રતિબંધ પણ મૂકી શકાય.

રેડિયો જોકી : એને બીજા વધારે બોરિંગ આરજે નો શો ફરજીયાત સાંભળવાની સજા કરી કરાય.

બુટ-ચંપલનો સેલ્સમેન : એને એક અઠવાડિયા સુધી ચંપલ વાળીને બતાવવા અને ચંપલ ઉછળીને ગોળ ફેરવવા માટે મનાઈ કરાય.

કડીયો : એને એક અઠવાડિયા સુધી ખીચડી કે શીરો લેલાથી મ્હોમાં મારીને ખાવાની સજા કરાય. ભફ્ફ્ફ્ફ !

કવિ : સવારના કોયલનો ટહુકો ન સાંભળે ત્યાં સુધી પ્રાત: ક્રિયા કરવી નહિ, અને ક્રિયા કર્યા પછી ફક્ત ઝાકળથી જ પૃષ્ઠ પ્રક્ષાલન કરવું.

પુજારી : પહેલા એને જુલાબ આપવાનો. અને જુલાબની અસર શરુ થાય એટલે શંખ વગાડવાની સજા કરવાની.

ટ્રાફિક પોલીસ : એને લગ્નનાં ભોજન સમારંભમાં કાઉન્ટર પરના ટ્રાફિક નિયંત્રણમાં લગાડી દેવાનો.

સરકારી ક્લાર્ક : એને કુંભમેળામાં સુલભ શૌચાલયનાં કાઉન્ટર પર રૂપિયો ઉઘરાવવા માટે બેસાડી દેવો.

અને અમુક મહારથીઓને સજા ...

મલ્લિકા શેરાવત: એક વર્ષ બુરખો પહેરી ને ફરવાની સજા!

રાખી સાવંત: એક વર્ષ બુરખો પહેરી ને ફરવાની સજા ઉપરાંત મૌન પણ રહેવાનું! એટલે બુરખામાં કોણ છે એ ખબર પણ ન પડે!

બાબા રામદેવ: પાકિસ્તાની લશ્કરને ભાગવાની ટ્રેનિગ આપવા માટે મોકલવા!

દિગ્વિજય સિંહ : એક મહિનો ચુપ રહેવું અને કોઈની ચમચાગીરી ન કરવી.

શશી થરૂર : ટ્વીટર પર પ્રતિબંધ.

દેવ આનંદ : નવી ફિલ્મમાં વહીદા રહેમાન કે આશા પારેખ જેવી જૂની હિરોઈન સામે ચમકવાનું

જયલલિતા : એકના એક ચંપલ એક મહિના સુધી પહેરવા.

મમતા બેનરજી : જયલલિતાના વોર્ડરોબમાંથી એક મહિના સુધી રોજ નવી જોડી કપડા અને પગરખા પહેરવા.

કપિલ સિબ્બલ : બાબા રામદેવની લંગોટી ધોવી. પછી ઈસ્ત્રી પણ કરવાની !

સોનિયા ગાંધી: લાલ કીલ્લા પરથી માખનલાલ ચતુર્વેદીની 'પુષ્પ કી અભિલાષા...' કવિતા ગાવાની સજા!લાલુ પ્રસાદ યાદવ: પ્રેસમાં છવાઈ જવા માટે જે કરતા હતા તે બધું જ - ભેંસ પર બેસવાનું, વાળ કાપવાના, ભેસ દોહવાનું કામ - રોજ કરવાનું!

મનમોહન સિંહ : બધા નિર્ણયો જાતે જ કરવા. ઘરમાં શાક કયું બનાવવું એ પણ એમણે જ કહેવાનું.

નમો :‘સાડા પાંચ કરોડ’ બોલવા પર પ્રતિબંધ

અને છેલ્લે

રાહુલ ગાંધી : કેટરિના સાથે ઘડિયા લગ્ન કરી લેવા.

ના બોસ, આ સજા તો ન કરાય આમાં તો ગાંધી કુટુંબને જ ફાયદો થાય. હાસ્તો વળી, હિન્દીના એક જ ટીચર રાખવા પડે એટલે જથ્થાબંધના ભાવમાં કામ થાય ને !



X
Gujarati article on different type of punishments
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી