ફ્રાન્સ એરપોર્ટ પર ભારતીય ‘પરી’ સાથે બેટી બી, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફ્રાન્સના NICE એરપોર્ટ ઉપર ઐશ્વર્યા રાય અને બેટી ‘બી’દિવાળી કે ઉનાળાના વેકેશનની શરૂઆત સાથે સંપન્ન ગુજરાતીઓ નજીકના આબુ, માથેરાન, કાશ્મીર કે સિમલા જવાના બદલે હવે સિંગાપુર, મલયેશિયા કે પછી યુરોપ, અમેરિકાની ટૂરમાં જવાનુ પસંદ કરતા થયા છે. આ બધી ટૂર દરમ્યાન આપણા બોલીવુડના કલાકારો પણ એરપોર્ટ કે પછી લંડન, પેરિસ કે ન્યૂયોર્ક જેવા શહેરોમાં શૂટીંગ માટે કે પછી લંડનના ટ્રાફાલ્ગર સ્ક્વેર અથવા ન્યૂયોર્કમાં મેનઃહટ્ટન જેવા વિસ્તારોમાં શોપીંગ કે ક્યારેક આંટા મારતા નજરે ચડતા હોય છે.યૂરોપની આવી જ એક ટૂરમાં નીકળેલ ગુજરાતી ગૃપ લંડન, ફ્રાન્સ, નેધરલેન્ડ, ઇટાલી, જર્મની, બેલ્જીયમ ઑસ્ટીયા અને સ્વિટ્ઝર્લેંડની યાત્રા માણી, ૨૬મી મે ના દિવસે પાછા ફરતી વેળા ફ્રાન્સના NICE ઍરપોર્ટ ઉપર લાઉંન્જમાં કોઇ બોલી ઉઠ્યુ “અરે જુઓ, ઐશ્વર્યા રાય આવતી લાગે છે !” અને અમારા રિડર પ્રશાન્ત વૈદ્યના કાન સરવા થયા, કેમેરાતો ગળામાં જ હોય, CANNES ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછા ફરતી વેળા સિક્યુરિટી, એસ્કોર્ટ સાથે પોતાનું અને દિકરીનુ મ્હોં સંતાડી, છાતી સરસી ચાંપી ઝડપભેર પસાર થઇ જતી ઐશ્વર્યા રાયની સુંદર ત્રણેક તસ્વીરો કેમેરામાં કંડારવાની તક પ્રશાન્તભાઇને મળી તો કેટલાક સહયાત્રીઓએ મોબાઇલ ફોન વડે…!આ તસવીરો અમને અમારા વાચકમિત્રએ ફ્રાન્સથી મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો હોય તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.