તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ધંધાવાળી' રૂકસાના પાસે જવા માટે સુલેમાને રમખાણોમાં વહાવ્યા લોહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિઝન
રાધાએ મંદિરનો ઘંટ વગાડ્યો હાથ જોડ્યા અને અંબામાને કહ્યું, મા આ વખતે કરસનની સિઝન સારી થાય તે જોજે, એણે વીંટી અલાવવાનું વચન આલ્યું સે.. ક્યારનીય સોનાની વીંટી માગું સું, સિઝન સારી આવે એટલે અલાવીશ એમ કરસનિયો કીધા કરે સે મા. કરસનિયા મને વીંટી અલાવ સે તો હું તને શ્રીફળ વધેરીશ. રાધાને અંબામાં પર પુરો વિશ્વાસ હતો અને એટલે જ એ જ્યાં રહેતી હતી એ જશોદા નગરથી ઘણે દૂર અહીં આ મંદિરમાં આવતી હતી એનું અને કરસનિયાનું દેશી ભાષામાં કહીએ તો લફરું અને મલ્ટિપ્લેક્સની ભાષામાં કહીએ તો અફેર હતું.
કરસનમાં આમથી કે તેમથી કશું જોવા લાયક નહોતું. એ પાતળો એકવડિયા બાંધાનો અને શામળો હતો. નાનપણથી જ મજૂરી કરેલી એટલે શરીર કસાયેલું હતું. હશે એ માંડ પચીસનો પણ વીસ બાવીસનો હોય તેવું લાગતું. જો કરસનમાં કંઇ જોવા પણું ન હતું તો રાધામાં ઘણું જોવા જેવું હતું એવું લોકો કહેતા. વસાહતમાં એના જેવી ગોરી છોકરી મળવી મુશ્કેલ હતી. વળી વીસીએ પહોંચેલી અને શરીર ભરાવદાર હતું એટલે લોકોની નજર એની પર રહેતી પણ કરસનિયા સાથે એનું કંઇક છે એવી વાતો થતી અને કરસનિયો સાડીનો સેલ્સમેન હોવા છતા ઉગ્ર સ્વભાવનો અને લડવાડિયો હતો એટલે રાધા હજુ તો કોઇ સીધા આક્રમણથી બચી હતી. રાધા અંબામાં પાસે ગઇ ત્યાં પડેલું સિંદુર કોઇ જુએ નહીં તેમ આંગળીએ લગાડ્યું અને પાછલા પગે મંદિરની બહાર નીકળી, પણ એ તરત પાછી વળી મા સામે જોયું અને વાળ સરખા કરતી હોય એમ સેંથામાં સિદૂર પુર્યું. કરસનિયો એને એકવાર આ મંદિરમાં લાવ્યો હતો એટલે માની સાક્ષીએ એ કરસનના નામનો સેંથો પુરતી. એણે ફરી મનોમન પ્રાર્થના કરી, મા કરસનિયાની સિઝન સારી કરાવજે તો મને વીંટી મળે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
પ્રણવ ગોલવેલકરના વધું આર્ટિકલ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો