તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણમાં વાહન અડફેટે કંપનીના કામદારનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાની દમણની બ્લોસમ કંપનીનો કામદાર નિલેશ મરાઠે કામ અર્થે બાઇક લઇને દમણ ગયો હતો. તે દરમિયાન કુંતા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેની બાઇકને ટક્કર મારતા સારવાર માટે તે મરવડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

નાની દમણ સ્થિત બ્લોસમ કંપનીમાં નોકરી કરતો નિલેશ મરાઠે રૂમ પાર્ટનરો સાથે ભીમપોર ખાતે રહેતો હતો. રૂમ પાર્ટનર દિપક મહાજનની બાઇક નં. ડીડી-03-ઇ-3324 લઇને નિલેશ શુક્રવારે સાંજે કોઈક કામ માટે દમણ નીકળ્યો હતો. રાત્રે 11:50 કલાકે નાની દમણ પોલીસે દિપકને ફોન પર જણાવ્યુ હતું કે, નિલેશ મરાઠેનું અકસ્માત થયેલ છે. તેને 108 મારફતે મરવડની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...