તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vapi News Vapi Woke Up The Demand For The Remaining Money In The Vegetable Market 041125

વાપી શાક માર્કેટમાં બાકી રૂપિયા માંગતા માથું ફોડ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી શાકભાજી માર્કેટ ખાતે શુક્રવારે સવારે શાકભાજીના વેપારી પાસે શાકભાજીના ભાડાના બાકી નીકળતા નાણાં ન આપતા મારામારીમાં એક યુવકને માથાના ભાગે પ્લાસ્ટિકનું કેરેટથી ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વાપી ટાઉન સાંઈ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અખિલેશ રમાકાંત જેસ્વાલએ શુક્રવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે તેઓ શાકભાજીના બાકી નીકળતા નાણાંની ઉઘરાણી માટે ગયા હતા. જે દરમિયાન સોના ગેસ્ટ હાઉસની નીચે શાકભાજીનો વેપારી રાજેશે અખિલેશને બોલાવી તેની ગાડીમાં લાવેલ શાકભાજીના ભાડાના રૂપિયા 4 હજારની માંગણી કરી હતી. અખિલેશે જણાવેલ કે અત્યારે તેની પાસે રૂપિયા નથી અને થોડા થોડા કરી આપી દેશે. તેમ જણાવતા પપ્પાને નાલાયક ગાળો બોલી તેની સાથે ઝઘડો કર્યો હતો. તેનો નાનો ભાઈ મુકેશ જયસ્વાલ ઉશ્કેરાઈ જઈ માથાના ભાગે પ્લાસ્ટિકનું કેરેટ મારતા અખિલેશને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...