તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Valsad Retired Teacher Both The Daughter Took The Fire And Kept Her Son39s Religion 041737

વલસાડના નિવૃત શિક્ષકને બંને દીકરીએ અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓને સારા સંકારોનું સિંચન કરી મોગરાવાડી પ્રાથમિક શાળાના માજી આચાર્ય, વલસાડ તાલુકા શિક્ષક સરકારી મંડળીના માજી પ્રમુખ વિજયભાઈ મગનભાઈ પટેલનું શનિવારના રોજ સવારેટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. નિધન બાદ વિજયભાઈની બંને દીકરીઓએ તેમને અગ્નિ દાહ આપ્યો હતો.

વલસાડ જિલ્લામાં શિક્ષક તરીકે પારનેરા, કપરાડા અને કોસંબા પારધી ફળીયા ખાતે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારનું સિંચન કરી મોગરાવાડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે 11 વર્ષ ફરજ બજાવી નિવૃત થયેલા અને વલસાડ તાલુકા શિક્ષક સરકારી મંડળીના માજી પ્રમુખ વિજયભાઈ પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. વિજયભાઈ પટેલની બે દીકરીઓ હતી. બંને દીકરીઓએ અગ્નિ દાહ આપ્યો હતો. બંને દીકરી પૈકી કૃતિ કૌશિક પટેલ મુખ્ય કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. બીજી દીકરી માધવીબેન નિલેશભાઈ પટેલ જે ગૃહિણી છે. તેઓએ પિતાને અગ્નિ દાહ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...