તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Valsad Railway Hospital Needs Treatment Complaint Complaint To Labor Union Dem 041552

વલસાડ રેલવે હોસ્પિટલને જ સારવારની જરૂર: મજદૂર સંઘની DEMને ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા કેટલાય સમયથી ખખડધજ બની ગયેલી રેલવેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં દર્દીઓ રામભરોસે રહે છે. હોસ્પિટલમાં અદ્યતન સુવિધાના અભાવને લઈ દર્દીઓને પારાવાર મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વારંવાર રેલવે મજદૂર સંઘે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી, પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી. શુક્રવારે મુંબઈથી ખાસ વલસાડ આવી પહોંચેલા સિનિયર ડીઈ તુષાર મિશ્રાને આ અંગે લેખિતમાં રજૂઆત કરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અવગત કરાવ્યા હતા.

વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનના સિનિયર ડીઈ તુષાર મિશ્રા શુક્રવારે વલસાડના મહેમાન બન્યા હતા. તેમણે ખાસ કરીને રેલવે હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે ડીઈ તુષાર મિશ્રાને રેલવે મજદૂર સંઘના બ્રાંચ સેક્રટરી મકબૂલ મલેક, રાજીવ શર્મા, અમિત મિશ્રા, હનિફ મલેક, બીકે ગુપ્તા, મનોજ પટેલ અને રાજુ પટેલે ઉપસ્થિત રહી જર્જરિત રેલવે હોસ્પિટલના રિપેરીંગ અંગે આવેદનપત્ર આપી વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. આવેદનપત્રમાં હોસ્પિટલમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ટપકે છે, પુરૂષ અને મહિલા વોર્ડને અદ્યતન સુવિધાજનક બનાવવા, હોસ્પિટલની દિવાલો જર્જરિત બની ગઈ હોવાથી નવું પ્લાસ્ટર કરાવવું. બાળકો માટે અલગ વોર્ડ બનાવો. એક્સરે મશીન માટે કોઈ જાણકાર ઓપરેટર નથી, ફોટોગ્રાફર પણ નથી.એવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...