તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામ નગરપાલિકાની TPની બેઠક 3 વર્ષ બાદ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની બેઠક ત્રણ વર્ષે મળતા 21 પડતર ફાઈલોને મંજૂરી મળતા બિલ્ડરોએ હાંસકારો અનુભવ્યો છે.

ઉમરગામ પાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક યોજાઇ ન હતી .જેને લઇ ઉમરગામના વિકાસને બ્રેક લાગી હતી તો બીજી તરફ મંજૂરી વિના અનેક બાંધકામો થયા છે. તાજેતરમાં સમિતિઓની મુદત પૂર્ણ થતાં નવી સમિતિઓની રચના થયા બાદ ગુરૂવારે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ આનંદ સિંઘના અધ્યક્ષપણા હેઠળ તેમજ નગર નિયોજક અધિકારી, પ્રાંતઅધિકારી ઝાલા, પાલિકા ચીફઓફિસર દર્પણ ઓઝા તથા સમિતિના પાંચ સભ્યોની હાજરીમાં મળી હતી. આ બેઠકમાં મંજૂરી માટે આવેલી 21 ફાઈલોની સમીક્ષા કરવામાં આવી હતી. 21 પૈકી 8 ફાઈલો રિવાઈસઝ હતી. જ્યારે 13 ફાઈલ નવી હતી.તમામ 21 ફાઈલને મંજૂરી આપવામાં આવી હતી.21 પૈકી 1 ફાઈલને શરતી મંજૂરી આપવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે.ઉમરગામ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સમિતિની છેલ્લી બેઠક ગત 2 જાન્યુઆરી 2016માં મળી હતી.

અન્ય સમાચારો પણ છે...