તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફણસા વાડિયા સ્કૂલમાં યુવાદિનની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | ફણસાની બી.એમ.એન્ડ બી.એફ વાડિયા હાઈસ્કૂલમાં શનિવારે સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવાદિન અંતર્ગત વિવેકાનંદજીના જીવન-પ્રસંગો તથા અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદના પ્રસંગોને યાદ કરી કાર્યક્રમમાં વિવેકાનંદજી ને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર શાળા પરિવાર તેમજ આચાર્ય દ્વારા આવનારા ઉત્તરાયણ પ‌ર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે સાવચેતી રાખવાની શિખામણ પણ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...