તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Two Arrested With A Car Filled With Alcohol From Paranera Highway 042028

પારનેરા હાઈવેથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના પારનેરા હાઈવે પર એલસીબી ની ટીમે બપોરે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં લઈ જવાતો 90 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દહાણુના બે ખેપિયાની ધરપકડ કરી દારૂ મંગાવનાર સુરતના બૂટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

એલસીબીની ટીમે શુક્રવારે બપોરે પારનેરા નજીક હાઈવે પર હોટલ ખેતેશ્વર સામે કારનં એમએચ-04-ડીજી-0998ને અટકાવી તલાશી લીધી હતી. કારમાંથી પોલીસને 45 નંગ દારૂની ટીનબીયર બોટલ રૂ.90 હજાર મળી આવી હતી.

પોલીસે 1.50 લાખની કાર, બે મોબાઈલ સહિત કુલ રૂ.2,41.000ના મુદ્દામાલ સાથે કારમાં દારૂની હેરાફેરી કરતાં સુધાકર વ્યંકટેશ મૂંજળા રહે.પાટિલપાડા, કાશા-દહાણું અને આકાશ હર્ષદ શાહ રહે.અપ્સરા બિલ્ડીંગ-એ, બ્લોકનં.3 ગ્રાઉન્ડ ફ્લોર, દહાણું જિલ્લા પાલઘરની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર સુરતના બૂટલેગર રાહુલની ધરપકડ કરી છે. વધુ તપાસ રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...