તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંડીના દરિયામાં કેવાડા ગામના ખલાસીનો ફાંસો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના માલવણ ગામની આદ્યશક્તિ નામની ફીશીંગ બોટના ખલાસીએ બોટમાં જ શનિવારે નાઈલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી.

માલવણ ગામના કિરણભાઈ પટેલની આદ્યશક્તિ નામની ફીશીંગ બોટ 8 જાન્યુઆરીએ 8 ખલાસી સાથે મુબંઈથી ફીશીંગ માટે સમુદ્ર ખેડવા માટે રવાના થઈ હતી. વલસાડના દાંડી દરિયા કિનારાથી 35 માઈલ દૂર આદ્યશક્તિ બોટ સમુદ્રમાં જાળ નાખી માછલી પકડી રહ્યાં હતાં.ત્યારે ખલાસી સંદીપભાઈ રાઠોડ (ઉં.વ 38) રહે.કેવાડા,અતુલ ફળીયા તા.જિ વલસાડ કોઈક કારણોસર બોટમાં જ નાઈલોનની દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.ખલાસી સુમન રાઠોડે ડુંગરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...