તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Daman News Tibetan Women39s Association With The Demand Of Independence From Tibet In China39s Chungal Surat Visits 022054

ચીનની ચુંગાલમાંથી તિબેટને આઝાદીની માંગ સાથે તિબેટીયન વિમેન્સ એસો. સુરતની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિબેટની ઉપર ચીનનો કબજો હોવાથી 60 લાખ તિબેટીયનમાંથી અત્યાર સુધી લગભગ 12 લાખનાં મોત થઇ ચૂક્યા છે. વર્ષ 1959થી તિબેટ પર ચીનનો કબજો છે. ચીન દ્વારા તિબેટીયનો પર ગુજારવામાં આવી રહેલા દમનને કારણે વર્ષ 2009થી 2018 સુધીમાં 155 તિબેટિયનોએ આત્મહત્યા કરી છે. તિબેટમાં માનવાધિકાર પર તરાપ મૂકાઇ છે.

તિબેટમાં ઘરોમાં દલાઇ લામાના ફોટા મૂકવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી ચીનની ચુંગાલમાંથી તિબેટને આઝાદ કરવાની માંગ સાથે ભારત દેશ મદદરૂપ થાય એ ઉદ્દેશથી તિબેટીયન વિમેન્સ એસોસિએશનના સભ્યો ભારતની મુલાકાતે છે. 10 ડિસેમ્બરથી દેશના વિવિધ રાજ્યોમાં જઇ સભ્યો દ્વારા સી.એમને રજૂઆત કરાઇ રહી છે. હાલમાં એસોસિએશનની ટીમ સુરતની મુલાકાતે છે. ટીમ દ્વારા ડે.મેયરને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. એસોસિયેશનના સભ્યે જણાવ્યું કે, દેશના 50 શહેરોમાં જઇ વિવિધ મુદ્દે રજૂઆતો કરાઇ રહી છે. ચીનના ત્રાસથી અત્યાર સુધી તિબેટના 60 લાખમાંથી 1.50 લાખ લોકો ઘર છોડવા મજબૂર થયા છે. આ દોઢ લાખ લોકો ભારતમાં વસવાટ કરી રહ્યા છે.

હાલમાં એસોસિએશનની ટીમ સુરતની મુલાકાતે છે.

અન્ય સમાચારો પણ છે...