તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઈમાંનો યુવક ઘરમાં બેભાન હાલતમાં મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીના ગોઈમાંગામે નાગધી ફળિયા ખાતે રહેતો સુભાષ નાયકા ( ઉવ 40) તેના ઘરમાં આજ રોજ બેભાન અવસ્થામાં મળી આવતા તેને પ્રથમ રોહિણા સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરવામાં આવ્યો છે સુભાષબાઈ બેભાન થવા પાછળ કોઈ ચોક્કસ કારણ ન મળતા તેમના બેભાન થવા પાછળ શંકાઓ લાગતાં હોસ્પિટલના તબીબ દ્વારા પારડી પોલીસ મથકે જાણ કરી જાણવા જોગ ફરિયાદ નોધાવી છે. સુભાષભાઈ ભાનમાં આવે તો જ સત્ય હકીકત બહાર આવી શકે એમ છે. હાલમાં તો આ યુવકના મોતને લઇ લોકોમાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. પોલીસે પાડોશીઓના નિવેદન લઇ તપાસ આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...