તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Silvassa News The Social Organization Of Donah Delivered The Woman Of The Unstable Brain To The House 033228

દાનહની સામાજીક સંસ્થાએ અસ્થિર મગજની મહિલાને ઘર સુધી પહોંચાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાનહના મહિલા અને બાલ વિકાસ વિભાગના સચિવ કન્નન ગોપીનાથન અને ઉપસચિવ નિલેશ ગુરવના માર્ગદર્શન હેઠળ ચાલતા મહિલા શક્તિ કેન્દ્રને 7જાન્યુઆરીના રોજ બાળ સુરક્ષા સોસાયટી અને પોલીસ વિભાગ દ્વારા એક માનસિક અસ્વસ્થ મહિલા માટે રોકાણની વ્યવસ્થા આપવાની રજુઆત કરાયેલ જે ધ્યાને લઇ રાત્રે 11વાગ્યે આ મહિલાને વન સ્ટોપ સેન્ટર સખીનો સ્ટાફ સેન્ટર પર લાવી હતી અને એની સાથે વાતચીત કરતા તેનુ નામ રાધા રાહુલ વારલી જણાવેલ જે ભુરવડ તા.કાપરાડાની હોવાનુ જણાવેલ જેના આધારે મહિલા કલ્યાણ અધિકારી કુ.મીના ચંદારાણાએ વલસાડ પોલીસને જાણ કરેલ,જ્યાં આ રીતની મહિલા ગુમ થયેલ હોવાની કોઈ ફરિયાદ આવેલ નથી એવુ જણાવેલ ત્યારબાદ ભુરવડ ગામના સરપંચ સાથે વાત કરેલ જેઓએ જણાવેલ કે એમના ગામની અછુલી લાકડ માંગા નામની મહિલા ગુમ થયેલ છે,જેઓ અગાઉ પણ ગુજરાતમા ચાલ્યા ગયેલ ત્યા પણ રાધા રાહુલ વારલી નોંધાવેલ હતુ ત્યારબાદ મહિલાનો ફોટો સરપંચને અને વલસાડ પોલીસને મોકલી ખરાઈ કરાઈ હતી,મહિલાની મેડિકલ તપાસ કરાવી પોલીસ ગાડી અને પોલીસ ઓફિસરો સાથે એના ગામે પરત મુકવા માટેની સંપૂર્ણ જવાબદારી અને વ્યવસ્થા પીઆઇ કે.બી.મહાજને કરી આપેલ હતી.

અન્ય સમાચારો પણ છે...