તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરલાવમાં ખેતીના પૈસા મામલે વૃદ્ધાને માર મરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી તાલુકાના ખેરલાવગામે વાણિયાવાડ ફળિયા ખાતે રહેતા ઉત્તમભાઈ મોતીભાઈ પટેલ ગત રોજ સવારે ઘરવખરી સામાન લેવા માટે ગામમાં દુકાનમાં ગયેલા હતા જ્યાંથી તેવો સુભાષભાઈને ત્યાં ગયા હતા અને ત્યાં જઈ ખેતીના પૈસા લેવાના હોવાથી તેવોએ માંગણી કરી હતી તે સામે સુભાષભાઈના દીકરા અજયે પૈસા આપવાની ના પાડી દીધી હતી જેથી પૈસા કેમ ના આપવા નું ઉત્તમભાઈ જણાવતા અજય ઉશ્કેરાઈ ગયો હતો અને ઉત્તમભાઈને લાકડી વડે હાથ અને પગના ભાગે લાકડા વડે ફટકા માર્યા હતા તેમજ ધીક્ક મુક્કી વડે ઢોર માર માર્યો હતો જે બબાલ જોય આજુબાજુના લોકો એકત્ર થઈ જતાં ઉત્તમભાઈને વધુ મારથી બચાવ્યા હતા આ માર બાદ પણ અજયે ફરી પૈસા માંગવા આવશો તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. આ માર માં ઉત્તમભાઈ ઘવાઈ જતાં તેને સારવાર માટે 108 એમ્બુલન્સ મારફતે હોસ્પિટલે લઈ જવાયા હતા આ બનાવ બાબતે ઉત્તમભાઈના દીકરા ચંદુભાઈએ પારડી પોલીસ મથકે આવી ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...