તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીમાં ભાજપ કમળ કપ 2019 રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી કુમારશાળાના મેદાનમાં શહેર ભાજપ દ્વારા પારડી પ્રીમિયર લીગ કમળ કપ 2019 રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇના હસ્તે કરાયું હતું. ટુર્નામેન્ટમાં શહેરના વોર્ડ નંબર 1 થી 7 સુધીના યુવાનોની 28 ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પારડી શહેર ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ , મહામંત્રી અને એડવોકેટ વિજય શાહ, જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી અલી અંસારી અને તેની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ ,વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શંકરભાઇ પટેલ ,રાજન ભટ્ટ, બાંધકામ અધ્યક્ષ ગજાનંદ માંગેલા હાજર રહ્યા હતાં. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે વોર્ડ નં 1,4,અને વોર્ડ નં 6 ની ટીમો વિજેતા બની હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ઓવર રમવાની રહેશે ક્રિકેટ ટુર્નામેન્ટ નો હેતુ યુવાનોને પ્રોત્સાહિત કરવાનું છે પારડી શહેરમાં એકતા અને મિત્રતા યુવાનો વચ્ચે જળવાઈ રહે ,ફાઈનલ વિજેતા ટીમને 22 હજાર રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...